GSTV
Home » News » ‘કાશ એ અહીં હોત…’ ઑસ્ટ્રેલિયન ક્રિકેટરની આ સેક્સી પત્નીને શા માટે આવી રહી છે રિષભ પંતની આટલી યાદ?

‘કાશ એ અહીં હોત…’ ઑસ્ટ્રેલિયન ક્રિકેટરની આ સેક્સી પત્નીને શા માટે આવી રહી છે રિષભ પંતની આટલી યાદ?

ટીમ ઇન્ડિયાએ એક તરફ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ જીતીને ઇતિહાસ રચ્યો છે ત્યાં ઋષભ પંતનું શારદાર પર્ફોર્મન્સ માટે તેની ખૂબ જ પ્રશંસા થઇ રહી છે. એક તરફ જ્યાં તેણે સદી ફટકારીને સૌકોઇને ચોંકાવી દીધાં ત્યાં ટિમ પેને તેને બેબી સીટર કહેતાં મજાક પણ ઉડી. જો કે પંતે આ મજાકને સહજતાથી લીધી. ટિમ પેને પંતને બેબી સિટર કહ્યો તો પંત પેનની પત્ની અને બાળકોને મળ્યો અને તેમની સાથેની ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.ખાસ વાત તો એ છે કે પેનની પત્નીએ પણ પંતને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બેબીસીટર ગણાવ્યો.

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતીય વિકેટકિપર રિષભ પંતની એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. પંતે ટિમ પેનની પત્ની અને તેના બાળકો સાથે ફોટો પડાવ્યો હતો. તસવીરમાં પંત પેનના બાળકોનો બેબીસિટર બન્યો હતો.

તેવામાં હવે ટિમ પેનની પત્ની બોની પેનને રિષભ પંતની ખૂબ યાદ આવી રહી છે અને બાળકોને સંભાળવા માટે પંતને બોલાવવા માંગે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, મારા બાળકોને બેબીસિટરની જરૂર છે. રિષભ પંત અહીંયા હોત તો બેબીસીટિંગ માટે આવત. રિષભ પંતનો વન ડે શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી તે ઓસ્ટ્રેલિયામાં નથી.

આ પહેલા રોહિત શર્માએ તેની દીકરી માટે રિષભ પંત બેબીસિટરની ભૂમિકા નિભાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. રિષભ પંતે ગુડ મોર્નિંગ લખેલું ટ્વિટ કર્યું હતું. જેને રિટ્વિટ કરી રોહિતે લખ્યું કે, રિષભ સાંભળ્યું છે કે તું એક સારો બેબીસિટર છે. હું પણ તેને શોધી રહ્યો છું. જો તું બનીશ તો રીતિકા ખુશ થશે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર કેપ્ટન ટિમ પેન અને ભારતીય વિકેટકિપર રિષભ પંત વચ્ચે વાકયુદ્ધ થયું હતું. જેમાં પેને પંતને બેબીસિટર કહ્યો હતો. આ મેચમાં રિષભ પંત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વન ડે ટીમમાં ધોનીને સામેલ કરવા અંગેનો ઉલ્લેખ કરીને પેને કહ્યું હતું કે, એમએસ વન ડે ટીમમાં પરત ફર્યો છે. આ બાળકને હરિકેંસ મોકલી દેવો જોઈએ. તેને હોબાર્ટ જેવા સુંદર શહેરમાં રજા ગાળવાનો મોકો પણ મળશે. શું બાળકોને સંભાળી શકીશ. જ્યારે હું મારી પત્નીને ફિલ્મ જોવા લઇ જાવ ત્યારે તું મારા બાળકોની સંભાળ રાખજે.

જે બાદ પંતે મેદાનની બહાર ટિમ પેનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને પેનના બાળકો પાસે પહોંચી ગયો હતો અને પેનના બાળકને તેડીને તસવીર ખેંચાવી હતી. જે બાદ ટિમ પેનની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું કે, બેસ્ટ બેબીસિટર.

Read Also

Related posts

સ્વામી નિત્યાનંદન આશ્રમ અંગે થયો મોટો ખુલાસો, રાજ્ય સરકારના આદેશ બાદ થશે કાર્યવાહી

Nilesh Jethva

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છોડી રહ્યા છે નોકરીઓ, કારણ જાણીને તમે પણ થઈ જશો દંગ

Mansi Patel

ફિલ્મોની વાર્તા છુપાવીને રાખતો આમીર ફસાય ગયો, એક જ પોસ્ટરમાંથી નીકળ્યું આટલું મોટું ક્લૂ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!