GSTV
Gujarat Government Advertisement

સાવધાન: બોટલથી બાળકને દૂધ પિવડાવવું કેટલુ છે યોગ્ય, જો તમે પણ આવુ કરતા હોવ તો ચેતી જજો, આવા છે જોખમ

Last Updated on March 5, 2021 by Pravin Makwana

આજકાલની મહિલાઓ નવજાત બાળકોને બ્રેસ્ટફીડ કરાવાની જગ્યાએ બોટલનું દૂધ પિવડાવાનું વધારે પસંદ કરે છે. પણ નિષ્ણાંતોનું માનીએ તો, જો મહિલા સ્તનપાન કરાવામાં સક્ષમ હોય, તો ઓછામાં ઓછુ છ મહિના સુધી બાળકને બોટલના દૂધથી દૂર રાખવુ જોઈએ. માનું દૂધ બાળકો માટે ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવાનુ કામ કરે છે અને શારીરિક તથા માનસિક રીતે સારો વિકાસ થાય છે.

આ ઉપરાંત માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ પણ બંધાય છે. જ્યારે બોટલથી દૂધ પીતા બાળકોમાં કેટલાય પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે. પણ જો માતામાં દૂધ ન બનતુ હોય અને કોઈ અન્ય કારણોથી માતા બાળકને દૂધ પીવડાવી શકતા ન હોય તો, નિષ્ણાંતોની સલાહ લઈને આવી રીતે દૂધ પિવડાવી શકાય.

જાણો શું થાય છે નુકસાન

  • બોટલથી દૂધ પિવડાવાનું સૌથી મોટુ નુકસાન એ થાય છે કે, બાળકને માતાના દૂધમાંથી મળતા પોષક ત્તત્વો મળતા નથી. માતાનુ દૂધ બાળકને પ્રાકૃતિક રીતે વધારવામાં મદદ કરે છે. અને તેનામાં એંટીબોડીની માફક કામ કરી બાળકને બિમાર પડતા બચાવે છે.
  • બોટલ પ્લાસ્ટિકની હોય છે. તેમાં મોટા ભાગે માતા હૂંફાળુ દૂધ નાખે છે. ત્યારે આવા સમયે દૂધમાં પ્લાસ્ટિકના ત્તત્વો ભળવાનો પણ ખતરો રહે છે.
  • બોટલને સારી રીતે સાફ અને સ્ટેરલાઈઝ કરવુ જરૂરી બને છે. જો બોટલ સારી રીતે સ્ટેરલાઈઝ ન હોય તો બોટલમાં જામેલા બેક્ટેરિયા બાળકોના શરીરમાં દાખલ થઈ શકે છે અને શારીરિક સમસ્યાનું કારણ બની શકે છે.
  • જો ભૂલથી બોટલ બાળકોના મોમાં લગાવીને છોડી મુકીએ તો ચોકિંગ, કાનના સંક્રમણની સાથે સાથે બાળકોના દાંત તૂટવાનું પણ જોખમ વધી જાય છે.

જો બોટલથી દૂધ પિવડાવવુ જ જરૂરી હોય તો…

જો મહિલાને કોઈ પ્રકારની સમસ્યા હોય અને બોટલથી દૂધ પિવડાવવુ પડે તો, હંમેશા ફોર્મુલા મિલ્ક જ બાળકોને આપો. બોટલથી દૂધ પિવડાવતા સમયે બાળકોની પોઝિશન એવી રીતે જ રાખો, જેવી રીતે બ્રેસ્ટફીડિંગ કરાવતી વખતે રાખતા હોવ. દૂધ પિવડાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખો કે, બાળકનું માથુ ઉચુ રહેવુ જોઈએ.

બોટલને આવી રીતે કરો સાફ

  • સૌથી પહેલા દૂધની બોટલના તમામ પાર્ટ્સ અલગ કરી દો
  • હવે નળ ચાલુ કરીને પાણીથી તમામ પાર્ટ્સ સારી રીતે ધોઈ નાખો
  • ત્યાર બાદ સાબૂના પાણીથી બોટલના તમામ પાર્ટ્સને સારી રીતે ધોઈ, ફરી વાર શુધ્ધ પાણીથી તેને સાફ કરો.
  • ત્યાર બાદ આ તમામ પાર્ટ્સને પાંચ મિનિટ સુધી ગરમ પાણીનો ઉકાળો.
  • બાદમાં તેને નિકાળીને કોઈ સારી એવી જગ્યાએ સુરક્ષિત રીતે તેને સુકવી નાખો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી

Pravin Makwana

હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક

Bansari

આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!