GSTV

Video: ખેતરમાંથી શેરડી ચોરીને ખાઇ રહ્યું હતું હાથીનું બચ્ચુ, પકડાઇ ગયુ તો કર્યુ કંઇક એવુ કે જોઇને તમે પણ કહેશો ‘ક્યૂટ’

હાથી

સોશિયલ મીડિયા પર અવારનવાર કોઇને કોઇ હાથીનો Video જરૂર સામે આવે છે. હાથીના વીડિયો (Baby Elephant Video) તમે પણ જોયા જ હશે. જો આ વીડિયો હાથીના બચ્ચાનો હોય તો પછી કહેવુ જ શું? હાથીના બચ્ચાની મસ્તી જોઇને લોકોને ખૂબ મજા આવે છે. આવા જ હાથીના એક મસ્તીખોર બચ્ચાની એક તસવીર વાયરલ થઇ રહી છે. જેને મોટી સંખ્યામાં લોકો પસંદ કરી રહ્યાં છે. આ ફોટોમાં જોઇ શકાય છે કે એક હાથીનું બચ્ચુ શેરડીના ખેતરની બહાર ઉભા રહીને શેરડી ખાઇ રહ્યું હતું. તે પછી તેણે કંઇક એવુ કર્યુ કે જાણશો તો તમે પણ કહેશો ‘Soooo Cute….’

હાથી

હકીકતમાં વાયરલ થઇ રહેલી હાથીના બચ્ચાની તસવીર થાઇલેન્ડના ચાંગ મેઇની છે. તેમાં જોઇ શકાય કે એક હાથીનું બચ્ચુ રાતના અંધારામાં મસ્તીના મૂડમાં છે. તે આ દરમિયાન સન્નાટો જોઇને શેરડીના ખેતરની બહાર જ ઉભો રહી ગયો. તે બાદ તેણે ધીમેથી શેરડી ખાવાનું શરૂ કરી દીધું. હાથીનું બચ્ચુ જાણે કે દાવતની મજા માણી રહ્યું હતું.

ત્યારે જ ત્યાં હાજર કોઇ વ્યક્તિને હાથીના બચ્ચુ દેખાઇ ગયુ. તે બાદ તે વ્યક્તિએ હાથીના બચ્ચાનો વીડિયો બનાવી લીધો. આ વચ્ચે હાથીના બચ્ચાના લાગ્યુ કે તેને કોઇ જોઇ ન લે. તેથી તે બચવા માટે થાંભલાની પાછળ છુપાવા લાગ્યો. તેને લાગ્યું કે તે થાંભલાની પાછળ છુપાઇ જશે તો તેને કોઇ જોઇ નહી શકે.

જણાવી દઇએ કે હાથીને શેરડી ખૂબ જ પ્રિય હોય છે. હાથીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. તેમાં ટ્રકની ઉપર ઉભા રહીને હાથી રસ્તા પર બીજા ટ્રકમાં રહેલી શેરડી પર હાથ સાફ કરી રહ્યો છે.

Read Also

Related posts

ગજબ/60 મિનિટમાં જ આ શખ્સ ઝાપટી ગયો 4 કિલોની ‘બુલેટ થાળી’, બદલામાં મળ્યું આટલાં લાખનું ઇનામ

Pravin Makwana

એક સાથે 9 બાળકો સાયકલ પર સવાર, IPS એ VIDEO શેર કરી લખ્યું – ‘આમનું તો ચલણ પણ નહીં કપાય’

Pravin Makwana

પૃથ્વી પાસેથી આ તારીખે પસાર થશે બે વિશાળ Asteroid, જાણો તેની શું અસર જોવા મળશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!