GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

કોલકાતા: જાધવપુર યુનિવર્સીટીમાં રાજ્યપાલનો ઘેરાવો, કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો ધરણા પર બેઠા

કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયોનો પશ્ચિમ બંગાળમાં વિરોધ થયો હતો. કોલકાતાની જાદવપુર યુનિવર્સીટીમાં સુપ્રિયોએ વિદ્યાર્થીઓનાં વિરોધનો ભોગ બનવું પડ્યું હતું. એક કાર્યક્રમમાં યુનિવર્સીટી ગયેલા બાબુલ સુપ્રિયો પાછા ફરોનાં નારા લાગ્યા હતાં. આ દરમિયાન બાબુલ સુપ્રિયો ધરણા પર બેઠા હતાં.

જાદવપુર યુનિવર્સીટી પહોંચેલા પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધાનકડનો પણ વિદ્યાર્થીોએ ઘેરાવ કર્યો હતો. રાજ્યપાલનાં પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે વિદ્યાર્થીઓનાં એક સમુહે કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયોનો ઘેરાવો કર્યો હતો. આ મામલે રાજ્યપાલ જગદીપ ધાનકડે પણ ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી. તેમણે જણાંવ્યું કે રાજ્યપાલે યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલર સાથે વાત કરી છે, અને યોગ્ય પગલા ભરવા જણાંવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે બાબુલ સુપ્રિયો પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠકનાં સાંસદ છે. કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયોએ લોકસભાની 2019ની ચૂંટણીમાં આસનસોલ સીટ પરથી જીત નોંધાવી હતી.તેમણે ટીએમસી મુનમુન સેનને કારમો પરાજ્ય આપ્યો હતો. 2014માં પણ સુપ્રિયોએ આસનસોલમાંથી જીત નોંધાવી હતી.ત્યારે બંગાળમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાબુલ સુપ્રિયો કેન્દ્રની મોદી સરકારમાં વર્તમાનમાં પર્યાવરણ રાજ્યમંત્રી છે.

જાધવપુર યુનિવર્સટી ત્યારે લાઇમલાઇટમાં આવી હતી, જ્યારે અહિં આઝાદીનાં નારા લગાવવામાં આવ્યા હતાં.યુનિવર્સટીનાં ફાઇન આર્ટસ વિભાગની બહાર વિદ્યાર્થીઓએ કાશ્મીર, મણિપુર અને નાગાલેન્ડ માટે આઝાદીનાં નારા લગાવ્યા હતાં. જે વર્ષ 2017માં લગાવાયા હતાં.

READ ALSO

Related posts

રણદીપ સુરજેવાલાનો દાવો: 48 કલાકમાં ઘણીવાર કોંગ્રેસ નેતૃત્વની સચિન પાયલટ સાથે થઇ વાત, ભાજપ પર કર્યા આક્ષેપ

pratik shah

કોરાના સંક્રમણ રોકવા માટે મહાપાલિકાનો એક્શન પ્લાન, મુસાફરો ભાગી ન જાય તે માટે પોલીસ પણ તૈનાત

pratik shah

ગેહલોતની મિટિંગમાં પહોંચ્યા 90 ધારાસભ્ય, જયપુર કોંગ્રેસ કાર્યાલય માંથી હટાવાયા પાયલટના પોસ્ટર્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!