GSTV
India News Trending Uncategorized

અયોધ્યા બાબરી વિધ્વંસ વિવાદ : અડવાણી, કલ્યાણ, ઉમા અને મુરલી મનોહર જોશી સહિતને મુક્ત કરવાની અરજી પણ સુનાવણી આજે

વિધ્વંસ

હાઇકોર્ટેમાં અયોધ્યાના વિવાદિત માળખા પર વિધ્વંસ મામલે 30 સપ્ટેમ્બર 2020ના નિર્ણયને પડકારવા વાળી રીવીઝન અરજી પર બુધવારે સુનાવણી નિયત છે. અરજી દાખલ કરીને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણી, તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર સહીત તમામ 32 અભિયુક્તોને મુક્ત કરવા વિશેષ કોર્ટના નિર્ણયને ખોટો તેમજ તથ્ય વિપરીત ગણાવવામાં આવ્યો છે. અરજી જસ્ટિસ રાકેશ શ્રીવાસ્તવની એકલ પીઠ સમક્ષ રજુ છે.

આ અરજી અયોધ્યા નિવાસી હાજી મહબૂબ અહમદ સૈયદ અખલાક અહમદ તરફથી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે યાચીગણ આ મામલે ગવાહ હોવાની સાથે-સાથે વિવાદિત માળખા વિધ્વંસની ઘટનાના પીડિત પણ છે. તેમણે વિશેષ કોર્ટ સામે પ્રાર્થના પત્ર દાખલ કરી પોતાને સંભાળવાની માંગ કરી છે, પરંતુ વિશેષ અદાલતે એમના પ્રાર્થના પત્રને ફગાવી દીધો છે.

વિધ્વંસ

અરજીકર્તાઓનું એ પણ કહેવું છે કે અભિયુક્તોને મુક્ત કરવાના નિર્ણય વિરુદ્ધ સીબીઆઈએ આજ સુધી કોઈ અપીલ દાખલ કરી નથી, માટે અરજીઓને વર્તમાન પુનરીક્ષણ અરજી દાખલ કરવી પડી છે. અરજીમાં તમામ 32 અભિયુક્તોને આરોપી કરાર કરવાની માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર 2020ના રોજ સીબીઆઈની વિશેષ કોર્ટે, અયોધ્યા પ્રકરણમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, સાક્ષી મહારાજ, લલ્લુ સીંહ , બૃજભૂષણ શરણ સિંહ તેમજ મહંત નૃત્યગોપાલ દાસ સહીત તમામ જીવીત 32 અભિયુક્તોને મુક્ત કર્યા હતા.

Related posts

સતત વરસાદને પગલે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઇ, વડોદરાના ૨૫ ગામોને કરાયા એલર્ટ

Bansari Gohel

આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ

Binas Saiyed

આંદોલન/વડોદરા જિલ્લાના હેલ્થ વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર, કોરોના વોરિઅર્સના સર્ટિફિકેટો અને મોબાઇલ પરત કર્યા

Bansari Gohel
GSTV