GSTV

ભૂમિપૂજન પહેલા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું વિવાદિત ટ્વીટ, કહ્યું: “બાબરી હતી અને રહેશે!”

અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનના બરાબર પહેલા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) દ્વારા એક ટ્વીટ કરીને નવો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવતા બોર્ડ દ્વારા તેને બહુમતી સમુદાયને સંતોષ આપવાવાળો ગણાવ્યો છે.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કર્યું વિવાદિત ટ્વીટ

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદ હતી અને હંમેશા એક મસ્જિદ જ રહેશે. હાગિયા સોફિયા અમારા માટે એક ઉદાહરણ છે. અન્યાયપૂર્ણ, દમનકારી, શર્મનાક અને બહુમતી સમુદાયને સંતોષ આપવાના આધાર પર ભુમીસંપાદન કરનાર ચુકાદો આને બદલી નહિ શકે. ઉદાસ થવાની જરૂર નથી. પરિસ્થિતિ હંમેશા જેવી નથી રહેતી.

મુસ્લિમ પર્સનલ લો બૉર્ડના મોહમ્મદ વલી રહેમાનીએ જણાવ્યું છે કે બાબરી મસ્જિદને ક્યારેય કોઈ મંદિરને તોડીને નથી બનાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં સ્વીકાર્યું હતું કે મસ્જિદમાં મૂર્તિઓને મુકવી ગેરકાયદેસર હતું.

લગભગ, 500 વર્ષ સુધી ચાલેલ અયોધ્યા રામ જન્મભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે વિવાદિત જમીનને રામલલ્લાને આપી હતી. તો બીજી તરફ, મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં 5 એકરની જમીન આપવાનો નિર્ણય કર્યો હતો.

તો બીજી તરફ, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે બાબરી મસ્જિદ હતી અને રહેશે. તેમને બુધવારે સવારે ટ્વીટ કરી લખ્યું હતું કે “બાબરી મસ્જિદ હતી અને રહેશે, ઇંશા અલ્લાહ.”

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિપૂજન કરશે. તેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. રામનગરીમાં મંદિરોને સૅનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. તો, સમગ્ર શહેરમાં દિવા, ફૂલો વગેરેથી સજાવી દેવામાં આવ્યા છે. પીએમ મોદી આજે સવારે લખનઉ પહોંચશે અને પાંચ મિનિટ બાદ અયોધ્યા જવા રવાના થશે. અયોધ્યામાં ભૂમિપૂજનને લઈને દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

MUST READ:

Related posts

ખેડૂતો માટે આવી ખુશખબરી: મોદી સરકારે જાહેર કર્યા રવિ પાકના ટેકાના ભાવ, જાણો ક્યા પાકનો કેટલો મળશે ભાવ

Pravin Makwana

ડ્રગ્સમાં ગળાડૂબ બોલિવૂડ : શું તારી પાસે માલ છે, સામે આવી નવી ડ્રગ્સ ચેટ, કોડ વર્ડથી સેવ થયા છે અભિનેત્રીઓના નામ

Pravin Makwana

આ બે મહિલા અધિકારી રચશે ઈતિહાસ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજનો બનશે ભાગ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!