GSTV

અડવાણી, જોષી અને ઉમા ભારતીના ભવિષ્યનો ફેંસલો 30મી સપ્ટેમ્બર સુધી થઈ જશે, સુપ્રીમે આપ્યો આ આદેશ

Last Updated on August 22, 2020 by Mansi Patel

બાબરી વિધ્વંસ મામલેમાં લખનૌની વિશેષ કોર્ટનો નિર્ણય 30 સપ્ટેમ્બર સુધીમાં આવશે. સુપ્રીમ કોર્ટે કેસની સુનવણી કરી રહેલા વિશેષ જજ એસકે યાદવની ટ્રાયલની સ્ટેટ્સ રિપોર્ટ જોયા બાદ કેસની સુનવણી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરી દીધી છે. આ પહેલાં 31 ઓગસ્ટ સુધીમાં સુનવણી પૂર્ણ કરવા માટેનો સમય આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ મામલે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિત ઘણાં નેતોઓ આરોપી છે.

8 મેના રોજ કેસની સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે ટ્રાયલને પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટ 2020 સુધીનો સમય આપ્યો હતો ત્યારે કોર્ટે કહ્યું કે લખનૌમાં સીબીઆઈની ખાસ કોર્ટ ઓગસ્ટના અંત સુધીમાં મુકદ્દમો પુર્ણ કરી નિર્ણય આપે. CBI કોર્ટ ઓગસ્ટની સમયમર્યાદાનું ઉલ્લંઘન કરે નહી. CBI કોર્ટને વીડિયો કોન્ફરન્સિંગ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. સ્પેશિયલ જજ એસકે યાદવે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને વધારે સમયની માંગણી કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1992 બાબરી મજસ્જીદ વિધ્વંસ મામલે વિશેષ સીબીઆઈ કોર્ટ સામે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન નોંધ્યું હતું. અડવાણી લખનૌની ખાસ સીબીઆઈ કોર્ટ સામે વીડિયો લિંકના માધ્યમથી જોડાયા હતા. 4.5 કલાક ચાલેલી સુનવણી દરમિયાન કોર્ટે અડવાણીને 100થી વધારે સવાલ પુછ્યા. અડવાણીના વકિલે કહ્યું હતું કે, પોતાના વિરુદ્ધ તમામ આરોપોનો તેમણ ઈનકાર કર્યો.

READ ALSO

Related posts

ચીન સાથે ચાલી રહેલા તનાવ ભર્યા માહોલ વચ્ચે ભારતીય સેનાની ચાર દિવસની કમાંડર્સ કોન્ફરેન્સ, ત્રણેય સેનાઓના ચીફ થશે સામેલ

Vishvesh Dave

બેકારી / સ્કૂલની વર્ધી ભરતા લોકોની હાલત કફોડી, દિવાળીને લઇ સતાવી રહી છે ચિંતા

Zainul Ansari

ચમત્કાર / IVF ટેક્નોલોજીએ સર્જ્યો એક નવો રેકોર્ડ, દેશમા પહેલીવાર આ તકનીકનો ઉપયોગ કરીને ભેંસે આપ્યો બચ્ચાને જન્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!