GSTV

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ/ 28 વર્ષ પછી અંતે આજે આવશે ચૂકાદો, આ નેતાઓ દોષી સાબિત થશે તો થઈ શકે છે આટલા વર્ષની સજા!

અયોધ્યાના 1992ના બાબરી વિધ્વંસ કેસમાં લખનઉમાં સીબીઆઇ વિશેષ  આજે ચુકાદો આપશે. કોર્ટે આ કેસના તમામ ૩૨ મુખ્ય આરોપીઓને સુનાવણીમાં સામેલ કહેવાયુ છે.. તેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી,મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, સાક્ષી મહારાજ, સાધ્વી ઋતંભરા, વિશ્વ હિંદુ પરિષદના નેતા ચંપત રાય  અને કલ્યાણસિંહનો પણ સમાવેશ થાય છે. અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલે સીબીઆઈની વિશેષ અદાલત 28 વર્ષ બાદ આજે  ચુકાદો સંભળાવશે.આ કેસમાં વિશેષ સીબીઆઇ અદાલતના જ્જ ચુકાદો સંભળાવવાના છે.

કોની પર છે આરોપ

 • લાલકૃષ્ણ અડવાણી
 • મુરલી મનોહર જાશી
 • કલ્યાણસિંહ
 • ઉમા ભારતી
 • વિનય કટિયાર
 • સાધ્વી ૠતંભરા
 • મહંત નૃત્યગોપાલદાસ
 • ડા. રામવિલાસ વેદાંતી
 • ચંપત રાય
 • મહંત ધર્મદાસ
 • સતીશ પ્રધાન
 • પવન કુમાર પાંડેય
 • લલ્લુ સિંહ
 • પ્રકાશ શર્મા
 • વિજય બહાદુર સિંહ
 • સંતોષ દુબે
 • ગાંધી યાદવ
 • રામજી ગુપ્તા
 • વ્રજ ભષણ શરણ સિંહ
 • કમલેશ ત્રિપાઠી
 • રામચંદ્ર ખત્રી
 • જય ભગવાન ગોયલ
 • ઓમપ્રકાશ પાંડેયે
 • અમરનાથ ગોયલ
 • ભયનાથસિંહ પવૈયા
 • મહારાજ સ્વામી સાક્ષી
 • વિનય કુમાર રાય
 • નવીનભાઈ શુGલા
 • આર.એન. શ્રીવાસ્તવ
 • આચાર્ય ધમર્ેન્દ્ર દેવ
 • સુધીર કુમાર કક્કડ
 • ધમર્ેન્દ્રસિંહ ગુર્જર

આ પહેલાં વિશેષ જજે ૨૨ ઓગસ્ટના રોજ ખટલાનો સ્ટેટસ રિપોર્ટ ચકાસ્યા પછી કેસ પૂરો કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને ૩૦ સપ્ટેમ્બર સુધીની કરવા સુપ્રીમને વિનંતી કરી હતી…. તે અગાઉ  સુપ્રીમ કોર્ટે  ખટલો પૂરો કરવા ૩૧ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. કેસમાં બે સપ્ટેમ્બરથી જ ચુકાદો લખવાની કોર્ટે શરૂઆત કરી દીધી હતી. સીબીઆઈના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર આ કેસના બાકીના 32 આરોપીઓ પર તેમનો ચૂકાદો સંભળાવશે. આ કેસમાં કુલ 49 એફઆઈઆર નોંધવામાં આવી હતી. પહેલી એફઆઈઆર ફૈઝાબાદ પોલીસ સ્ટેશનમાં રામ જન્મભૂમિના અશોક પ્રિયંવદા નાથ શુક્લાએ નોંધાવી હતી જ્યારે બીજી એફઆઈઆર એસઆઈ ગંગા પ્રસાદ તિવારીએ નોંધાવી હતી.

કયા નેતાઓના નિપજ્યા મોત

 • બાળાસાહેબ ઠાકરે
 • અશોક સિંઘલ
 • ગિરિરાજ કિશોર
 • વિષ્ણુ હરિ ડાલમિયા
 • મોરેશ્વર સાવેં
 • મહંત અવૈદ્યનાથ
 • મહામંડલેશ્વર જગદીશ મુનિ
 • વૈકુંઠલાલ શર્મા
 • પરમહંસ રામચંદ્ર દાસ
 • ડો. સતીશ નાગર
 • ડી.બી. રાય
 • રમેશ પ્રતાપ સિંહ
 • હરગોવિંદ સિંહ
 • લક્ષ્મી નારાયણ દાસ
 • રામ નારાયણ દાસ
 • વિનોદ કુમાર બંસલ
 • રાજમાતા સિંધિયા

તેને જ આધાર બનાવીને ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય 49 હિન્દુવાદી નેતાઓ પર કેસ ચલાવાયો હતો, તેમાંથી 17 આરોપીઓના મોત થઈ ગયા છે. જ્યારે બાકીના 32 વિરૂદ્ધ બુધવારે અદાલત ચૂકાદો સંભળાવશે.  આ કેસમાં અલગ અલગ તારીખો પર કુલ 47 પત્રકારોએ પણ એફઆઈઆર નોંધાવી હતી.

તેમાંથી 17 આરોપીઓના મોત થઈ ગયા

આ એફઆઈઆર 6 ડિસેમ્બર 1992ના રોજ ઢાંચો તોડતી વખતે પત્રકારો સાથે થયેલી મારપીટ, તેમના કેમેરા આંચકી લેવા અને તોડી નાંખવા સંબંિધત હતી. વર્ષ 1993ના 49 આરોપીઓ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો, તેમાં 13 આરોપીઓને વિશેષ અદાલતે આરોપ સ્તર પર જ ડિસ્ચાર્જ કરી દીધા હતા. સીબીઆઈએ આ ચૂકાદાને પહેલા હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

વર્ષ 1993ના 49 આરોપીઓ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો

25 વર્ષ સુધી આ કેસમાં આઈપીસીની કલમ 120 બી એટલે કે કાવતરૂં રચવાની કલમ જ લગાવાઈ નહોતી. પરંતુ 30 મે 2017ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતને લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને વિષ્ણુ હરિ દાલમિયા પર આઈપીસીની કલમ 120 બી હેઠળ કાવતરૂં રચવાનો આરોપ પણ સામેલ કર્યો હતો.

અહેવાલ મુજબ બુધવારે સુનાવણી દરમિયાન બાબરી વિધ્વંસ કેસમાં આરોપી અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસ અદાલતમાં હાજર નહીં રહી શકે. નૃત્યગોપાલ દાસ થોડાક સમય પહેલાથી કોરોનાથી પીડિત હતા, ત્યાર પછી તે બીમાર રહે છે તેમ તેમના ઉત્તરાિધકારી કમલ નયન દાસે જણાવ્યું હતું.

READ ALSO

Related posts

IPL 2020: બટલરની ધમાકેદાર ફિફટી, રાજસ્થાને ચેન્નાઈને 7 વિકેટે હરાવ્યું

Pravin Makwana

અચાનક રાતે ઉંઘ ઉડી ને પત્નીને કારીગર સાથે કઢંગી હાલત જોઈ પતિએ બંનેને પતાવી દીધા, પ્રેમીની તો આંખો ફોડી નાખી

Pravin Makwana

NEET રિઝલ્ટમાં ભયંકર ભૂલ/ એક ભૂલે વિદ્યાર્થીના સપના રગદોળી નાખ્યા, જ્યારે ભૂલ સમજાય ત્યારે બન્યો ઓલ અવર ઈન્ડિયામાં ટૉપર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!