GSTV
Home » News » રામ મંદિર નિર્માણ સંબંધિત કોઇ વટહુકમ સરકાર લાવશે તો વિરોધી કરીશું

રામ મંદિર નિર્માણ સંબંધિત કોઇ વટહુકમ સરકાર લાવશે તો વિરોધી કરીશું

બાબરી મસ્જીદ એકશન કમીટિ ઉત્તર પ્રદેશે એક મોટી જાહેરાત કરી છે. કમિટીએ કહ્યું છે કે જો સરકાર રામ મંદિર નિર્માણ સંબંધિત અધ્યાદેશ(વટહુકમ) લાવશે તો એકશન કમિટી તેને સુપ્રિમમાં પડકારશે. કમિટીએ આરોપ લગાવ્યો છે કે, સરકાર વિશેષ ધર્મની તરફેણમાં નિર્ણય લઇ રહિ છે.

કમેટી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાંવ્યું છે કે, અમે બેઠકમાં સર્વ સહમતિથી નિર્ણય કર્યો છે. જો કે વડાપ્રધાનનાં નિવેદન પરછી હાલમાં તો કેન્દ્ર સરકાર દ્વારા મંદિર નિર્માણ સંબંધિત કોઇ વટહુકમ લાવે તે વાત અશક્ય છે. પરંતુ જો સરકાર તરફથી વટહુકમ સંબંધિત કોઇ કાર્યવાહી કરવામાં આવશે તો તુરત જ સુપ્રિમ કોર્ટમા પડકારાશે. તેમજ યથાસ્થિતી કાયમ રાખવાનાં પ્રયાસો કરવામાં આવશે.

બાબરી મસ્જીદ એકશન કમીટી તરફથી કહેવામાં આવ્યું છે કે, યુપીનાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અન્ય નેતા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સંબંધિત અપાતા નિવેદનો તેમજ સમયાંતરે તે મામલે કરાતી જાહેરાતો પર વિચાર કરવા તેમજ સુપ્રિમ કોર્ટમાં ચાલતા બાબરી મસ્જીદ કેસમાં અપીલોની સુનાવણી કરવા માટે બાબરી મસ્જીદ એકશન કમિટીની બેઠકની અધ્યક્ષતા મૌલાના યાસીન અલી ઉસ્માનીમાં સંપન્ન થઇ હતી.

સરકાર પર ભેદભાવનો આરોપ

એકશન કમિટીએ આરોપ લગાવ્યો છએ કે, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર ખુદને એક વિશેષ ધર્મનાં માનનારો લોકની સરકાર સમજીને કામ કરી રહિ છે. જ્યારે ભારતનાં સંવિધાન પ્રમાણે સરકારનો સંબંધ કોઇ વિશેષ ધર્મથી હોતો નથી. કમીટીએ કહ્યું છએ કે તમામ ધર્મોનું આદર કરવો તેમજ દરેક ધર્મને માનનારા લોકોને સન્માન સ્વરૂપે જોવા તે સરકારનું કર્તવ્ય છે.

rajya sabha supreme court

આ બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, વર્તમાન સરકાર 1950માં દાખલ થયેલા કેસમાં યુપી સરકાર, જિલ્લા મેજીસ્ટ્રેટ વગેરે તરફથી દાખલ કરવામાં આવતા લેખિત નિવેદન પ્રમાણે કામ કરતી નથી. મહત્વનું છે કે સુપ્રિમ કોર્ટમાં ચાલતા બાબરી મસ્જીદ કેસમાં કમીટીએ કોર્ટને વર્તમાન સ્થિતી થી પણ વાકેફ કરાવ્યા છે. તેમજ જણાંવ્યું છએ કે 16-ઓગષ્ટ, 2019 કે ત્યારબાદ તેની સુનાવણી તારીખ નક્કી થવાની શક્યતા છે.

READ ALSO

Related posts

ICJનાં ચુકાદા બાદ વડાપ્રધાને મોદીએ ટ્વિટ કર્યુ- સત્ય અને ન્યાયની હંમેશા રક્ષા થવી જોઇએ

Riyaz Parmar

રાજ્યમાં જગતનો તાત તરસ્યો, વરુણદેવને મનાવવા 24 કલાકની અખંડ રામધૂનનુ કરાયું આયોજન

Path Shah

કુલભૂષણ કેસ મામલે વકીલ હરીશ સાલ્વેનું નિવેદન: જો પાક. ICJનાં નિર્દેશોનું પાલન નહિં કરે તો…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!