GSTV

28 વર્ષ બાદ આવ્યો બાબરી ધ્વંસનો ચુકાદો: તમામ પુરાવા ફેબ્રિકેટેડ હતા, VHPનું નહિ અરાજક તત્વોનું હતું કારસ્તાન

અયોધ્યાના બાબરી વિધ્વંસ કેસમાં 28 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. અને VHP નેતાઓ સહીત તમામ 32 આરોપીઓને સીબીઆઈની વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કરાયા છે.

પુરાવાથી કઈ સાબિત થતું નથી : કોર્ટ

બાબરી વિધ્વંસ મામલે ચુકાદો આપતા જજ એસ.કે. યાદવે કહ્યુ કે વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલની સામે કોઈ સાક્ષી નથી. ચુકાદામાં કહેવાયુ છે કે, ફોટો, વીડિયો, ફોટોકોપીમાં જે પ્રકારના પૂરાવા આપવામાં આવ્યા  છે. તેનાથી કંઈ સાબિત થતુ નથી.

ઘટના પૂર્વ નિયોજિત ન હતી

જજે ચુકાદો આપતા કહ્યુ કે આ ઘટના પૂર્વ નિયોજિત ન હતી. સંગઠન દ્વારા કેટલીય વખત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જજે પોતાની શરૂઆતી કોમેન્ટમાં એમ પણ કહ્યું કે, આ ઘટના અચાનક થઈ હતી.  તો સાથે જ ફોટો, વિડીયો, ફોટોકોપીમાં જે પુરાવા રજુ કરવામાં આવ્યા છે તેનાથી કઈ જ સાબિત નથી થતું.

તમામ વીડિયો રેકોર્ડિંગને ફેબ્રિકેટેડ

વધુમાં કોર્ટના ચુકાદામાં જણાવવામાં આવ્યું કે કોર્ટે સીબીઆઈ તરફથી જમા કરાયેલા તમામ વીડિયો રેકોર્ડિંગને ફેબ્રિકેટેડ માન્યા છે. તો સાથે સાથે સીબીઆઈએ વીડિયોને સીલબંધ કવરમાં જમા કરાવ્યા ન હતા. સીબીઆઈ દ્વારા લગાવવામાં આવેલા આરોપનો કોઈ મજબૂત પૂરાવા નથી

વિશ્વ હિન્દુ પરિષદનો કોઈ સીધો હાથ ન હતો

વધુમાં કોર્ટે કહ્યું કે 6 ડિસેમ્બર 1992ની ઘટના સ્વયંસ્ફૂર્ત હતી તેમા કોઈ ષડયંત્રના પૂરાવા મળ્યા નથી. કોર્ટે નોંધ્યું કે 12 વાગ્યા સુધી સ્થિતિ બિલકુલ સામાન્ય હતી. પરંતુ, કેટલાક અરાજક તત્વોએ હંગામો કર્યો અને પથ્થરમારો કર્યો. વિશ્વ હિન્દુ પરિષદનો કોઈ સીધો હાથ ન હતો. કેટલાક અરાજક તત્વોએ બાબરી વિધ્વંસનું કામ કરવામાં આવ્યુ હતું.

તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર

ઉલ્લેખનિય છે કે બાબરી વિધ્વંસ કેસમાં ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિંહ,  ઉમા ભારતી, વિનય કટિયાર સાધ્વી ઋતંભરા મહંત ગોપાલદાસ સહિત 32 આરોપીઓ હતા. અને કોર્ટે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આ દેશમાં કોરોના સારવાર કરતાં તબિબી કર્મચારીઓ અને ડોક્ટરોને મફતમાં અપાય છે ગધેડા ઉપચાર, જાણો શું છે કારણ

Karan

સત્તાધારી પક્ષે ભ્રષ્ટાચારના નાણાંથી ખરીદ્યા ધારાસભ્યોને, કોંગ્રેસના નેતાનો ગંભીર આક્ષેપ- વિશ્વાસઘાત કરનારાં ગદ્દારોને પાઠ ભણાવશે પ્રજા

pratik shah

બિહાર ઈલેક્શનઃ BJPના ફ્રી કોરોના વેક્સિનના વાયદા પર RJD નો હુમલો, કહ્યું રસી દેશની છે ભાજપની નહીં

Karan
Do NOT follow this link or you will be banned from the site!