GSTV

અમલાનો રેર્કોડ તોડી આગળ નીકળ્યો આ પાક. ખેલાડી

Last Updated on October 18, 2017 by

પાકિસ્તાનના બેટસમેન બાબર આઝમે દક્ષિણ આફ્રિકાના બેટસમેન હાશિમ અમલાને સદીના મામાલમાં પાછળ મૂક્યો છે.

બીજી વન ડે મેચમાં બાબર આઝમે સદી ફટકારી દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટસમેન હાશિમ અમલાને એક મામલામાં પાછળ મૂક્યો હતો. 101 રનની ઇનિંગ્સ રમનાર બાબર આઝમે વન ડે ક્રિકેટની સાતમી સદી પૂરી કરી હતી. સાતમી સદી પૂરી કરવા માટે બાબરે 33 ઇનિંગ્સ રમી હતી અને આ સાથે તેણે સાત વન ડે સદી ફટકારવા માટે સૌથી ઓછી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પણ બનાવી દીધો છે. આ પહેલા આ રેકોર્ડ હાશિમ અમલાના નામે હતો. અમલાએ સાત વન ડે સદી પૂરી કરવા માટે 41 ઇનિંગ્સ રમી હતી. જ્યારે બાબર આઝમે આ કામ અમલાની સરખામણીએ આઠ ઇનિંગ્સ ઓછી રમીને કરી બતાવ્યું હતું. આ સાથે તે સૌથી ઝડપી વન ડે ક્રિકેટમાં સાત સદી ફટકારનાર ખેલાડી પણ પણ બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે, બાબર આઝમે આ સિરીઝની પ્રથમ મેચમાં પણ શાનદાર ઇનિંગ્સ રમતા સદી પૂરી કરી હતી. આ મેચમાં તેણે 103 રન બનાવ્યા હતા. આમ, બાબરની આ બંને સદીની મદદથી પાકિસ્તાને બંને મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું.

 

Related posts

T20માં વિરાટ કોહલી કરતાં વધુ સારો કેપ્ટન સાબિત થશે રોહિત શર્મા, આ છે 5 સૌથી મોટા કારણો

Bansari

ટી-20 ટીમ ઇન્ડિયાના વાઇસ-કેપ્ટન બનવાના આ છે 3 મોટા દાવેદાર, રેસમાં આ ખેલાડી સૌથી આગળ

Bansari

ક્રિકેટ વૉર/ કોહલીનો સૌથી મોટો ‘દુશ્મન’ ફરી બનશે ટીમ ઇન્ડિયાનો કોચ, શાસ્ત્રીની હકાલપટ્ટીની તૈયારીઓ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!