GSTV
Home » News » બાંગ્લાદેશમાં હિન્દુ પૂજાને લઈ મચ્યો છે બબાલ, આ છે મુખ્ય કારણ

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજાને લઈ મચ્યો છે બબાલ, આ છે મુખ્ય કારણ

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સરસ્વતી પૂજાને લઈને ઘમાસાણ મચી ગયુ છે. બાંગ્લાદેશની હાઈકોર્ટ દ્વારા ઢાકામાં યોજાનારી  નગર નિગમની ચૂંટણીની તારીખો બદલવા માટેની પિટિશન ફગાવી દેવાઈ છેચૂંટણીના દિવસે જ સરસ્વતી પૂજાની પણ તારીખ હોવાથી હિન્દુ સમુદાયે ચૂંટણીની તારીખ બદલવા માટે અપીલ કરી હતી.

જોકે આ પિટિશન ફગાવી દેવાયા બાદ હિન્દુ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દેખાવો કર્યા હતા.જેના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સૌથી વ્યસ્ત વિસ્તારને દોઢ કલાક સુધી બ્લોક કરી દીધો હતો.

વિદ્યાર્થીઓએ ચૂંટણી પંચને તારીખ બદલવા માટે એક દિવસનો સમય આપ્યો છે.વિદ્યાર્થીઓએ કહ્યુ છે કે, જો તારીખ નહી બદલાય તો અમે ચૂંટણી પંચની ઓફિસનો ઘેરાવો કરીશું. સુપ્રીમ કોર્ટના વકીલ અને તારીખ બદલવા પિટિશન કરનાર અશોક કુમારે કહ્યુ હતુ કે, અમે વ્યથિત છે અને આદેશની સામે અપીલ કરીશું. 29-30 જાન્યુઆરીએ સરસ્વતી પૂજાનો તહેવાર છે અને 30 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે.

READ ALSO

Related posts

1 કરોડ લોકો ભેગા કરવા હોય તો સની લિયોનીને ટ્રમ્પની બાજુમાં ઉભી રાખો, આ ડિરેક્ટરે આપ્યો તોડ

Karan

હર હર મહાદેવના નાદ સાથે દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી

pratik shah

“લેટ મી સેય ઈટ નાઉ”પુસ્તકમાં મારિયાએ ચિદમ્બરમને ઘણા સવાલો વચ્ચે ઊભા કરી દેતા રાજકારણ ગરમાયું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!