GSTV
Home » News » બાબાની સીદીકીની ઇફતાર પાર્ટીમાં ફિલ્મી કલાકારોનો જમાવડો, કેટરીના-યુલીયાથી માંડી સલમાન-શાહરૂખે લગાવ્યા ચાર ચાંદ

બાબાની સીદીકીની ઇફતાર પાર્ટીમાં ફિલ્મી કલાકારોનો જમાવડો, કેટરીના-યુલીયાથી માંડી સલમાન-શાહરૂખે લગાવ્યા ચાર ચાંદ

મુંબઇના જાણીતા રાજકારણી બાબા સીદીકીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્લેમરની દુનિયા માટે એક ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઇફતાર પાર્ટીમાં બોલીવૂડ જગતથી માંડી નાના પડદાના કલાકારો અને કેટલાય રાજકારણીઓ, નેતાઓ સામેલ થયા હતા.ખાસ વાત એ કે આ પાર્ટીમાં આ વર્ષે પણ સલમાન ખાન અને શાહરૂખ ખાન બંનેએ હાજરી આપી હતી.આ ઇફતાર પાર્ટીનું આયોજન બાબા સીદીકી અને તેના પુત્ર જીશાન સીદીકીએ મુંબઇની તાજ લેન્ડ એન્ડ હોટલમાં કર્યું હતું.

 ઇફતાર પાર્ટીમાં સલમાન ખાન એકલો જ પહોંચ્યો હતો. બાબા  સીદીકીના પુત્ર જીશાને તેનું સ્વાગત કર્યું હતું.

પાર્ટીમાં શાહરૂખખાન ખાસ અંદાજમાં પહોંચ્યો હતો. તમને એ યાદ આપીએ કે શાહરૂખખાન છેલ્લા કેટલાય વર્ષોથી બાબા સીદીકીના આમંત્રણને માન આપી જરૂર આવે છે.

સલમાનનો લગભગ આખો પરિવાર સીદીકીની પાર્ટીમાં હાજરી આપે છે. સલમાનખાન પણ દર વર્ષે આ પાર્ટીમાં આવે છે.

આ વખતે આ પાર્ટીમાં સલમાનની ખાસ મિત્ર યુલીયા વંતુર પણ આવી હતી.

સીદીકીના આમંત્રણની આ ખાસ પાર્ટીમાં કેટરીના કૈફ પણ પોતાના ખાસ અંદાજમાં આવી હતી.

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી લડનાર અભિનેત્રી ઉર્મીલા માતોંડકર પણ આ પાર્ટીમાં જોવા મળી હતી તેની સાથે તેના પતિ મોહસીન અખ્તર પણ જોવા મળયા હતા.

અભિનેત્રી નુસરત ભરૂચાએ પણ આ પાર્ટીમાં ખાસ આવી હતી.

અભિનેતા સોનુ સૂદ પણ પાર્ટીમાં જોવા મળયો હતો.તેને પઠાણી સૂટ પહેર્યું હતું.

નાના પડદાથી મોટા પડદા સુધી અભિનય કરનાર અભિનેત્રી મૌની રોયે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

હુમા કુરેશી પણ આ પાર્ટીમાં ખાસ અંદાજમાં જોવા મળી હતી.

આ ઉપરાંત અભિનેતા અને હોસ્ટ મનીષ પૌલ, રિયા સેન, ચંકી પાંડે, વારિના હુસેન, જૈકી ભગનાણી,કીમ શર્મા અને નાના પડદાની અભિનેત્રી પારૂલ ગુલાટી,અને સોફી ચૌધરી પણ આ પાર્ટીમાં જોવા મળયા હતા.

Read Also

Related posts

મિશન મંગળની હિરોઈનો વચ્ચે થઈ હતી ‘કેટ ફાઈટ’, વિદ્યા બાલને જણાવ્યું કે…

Arohi

VIDEO : ગાયતોંડે અને બંટીના રોલમાં એટલી બધી ગાળો હતી કે છેલ્લે પંકજ ત્રિપાઠીએ બાબા બનવાનું જ પસંદ કર્યું

Arohi

સેફ અલી ખાન સાથે આ રીતે મસ્તી કરતો જોવા મળ્યો તૈમૂર, લોકો સ્માઈલ પર થયા દિવાના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!