GSTV
Home » News » મુસ્લિમો ચિત્રો અને મૂર્તિઓમાં વિશ્વાસ રાખતા નથી, માટે જિન્હા અંગે ૫રેશાન ન થાય

મુસ્લિમો ચિત્રો અને મૂર્તિઓમાં વિશ્વાસ રાખતા નથી, માટે જિન્હા અંગે ૫રેશાન ન થાય

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી ઝીણાની તસવીર અંગેના વિવાદમાં યોગગુરૂ બાબા રામદેવ પણ કૂદયા છે. તેમણે કહ્યું છે કે મુસ્લિમ સમુદાયના લોકો તસવીર અને મૂર્તિઓને મહત્વ આપતા નથી તેથી તેમને ઝીણાની તસવીર માટે પરેશાન થવું જોઇએ નહીં. રામદેવ બિહારના નાલંદામાં એક યોગ સેશન બાદ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે હવે મુસ્લિમો તો ચિત્રો અને મૂર્તિઓમાં વિશ્વાસ રાખતા નથી. તેમને આ અંગે ચિંતા કરવી જોઇએ નહીં. તેમણે મીડિયાને કહ્યું કે ઝીણાનું ભૂત આ દિવસોમાં વધુ જ લાઇમલાઇટમાં છે. પાકિસ્તાનના સર્જક પોતાના દેશ માટે આદર્શ હોઇ શકે છે પરંતુ તેમના માટે નહીં કે જે ભારતની એકતા અને અખંડતા પર વિશ્વાસ રાખતા હોય.

Related posts

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur

‘અમે આ જ ઇચ્છતાં હતા’ ટી-20માં કારમા પરાજય બાદ આ શું બોલી ગયો કોહલી!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!