યોગગુરુ બાબા રામદેવે તેમના નિવેદનોને લઇ ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે. ફરી એકવાર તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, ગાય માતાનું મહત્વ જેટલું છે એટલું જ આયુર્વેદનું છે. આયુર્વેદ દ્વારા ગંભીરથી ગંભીર બીમારીઓનું નિદાન શક્ય છે. આયુર્વેદનું ભવિષ્ય ઉજ્જવળ છે. એવું કહેવાય છે કે, ગાયના દૂધમાં બુદ્ધિ વધારવાની ક્ષમતા રહેલી હોય છે.

આયુર્વેદ માત્ર એક ચિકિત્સા પદ્ધતિ નથી પરંતુ આદર્શ જીવન જીવવાનો માર્ગ : પુષ્કરસિંહ ધામી
બાબા રામદેવે રિશીકુલ આયુર્વેદિક કોલેજ પરિસરમાં આયોજિત ઈન્ટરનેશનલ વેટરનરી અને આયુર્વેદ સેમિનારના સમાપનમાં આ વાત બોલી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર હતા. તેમણે પણ બાબા રામદેવના સંમતિમાં કહ્યું હતું કે, આયુર્વેદ માત્ર એક ચિકિત્સા પદ્ધતિ નથી પરંતુ આદર્શ જીવન જીવવાનો માર્ગ પણ છે.
નાની બીમારીથી લઇ મોટી બીમારી સુધી આયુર્વેદ શ્રેષ્ઠ ઉપચાર
આયુર્વેદને અન્ય ઔષધિઓ કરતાં શ્રેષ્ઠ ગણાવતા તેમણે કહ્યું કે, સામાન્ય તાવથી લઈને કોરોના જેવી મોટી બીમારીઓની સારવાર આયુર્વેદમાં વધુ સારી છે. આ બધા કટાક્ષ તેમણે એલોપેથી સારવાર માટે કર્યા હતા. જો કે તેમણે એવું પણ કીધું હતું કે, તે કોઈ પણ સારવાર પદ્ધતિનો વિરોધ કરતા નથી, પરંતુ બધા પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે.
યોગ, આયુર્વેદ, સ્વદેશી અને સનાતનનો ધ્વજ દુનિયામાં રોપશે
આયુર્વેદના વિદ્યાર્થીઓને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે સંગઠિત પ્રયાસોથી તેઓ એક દિવસ એલોપથીને ધરતીમાં દાટી દેશે. યોગ, આયુર્વેદ, સ્વદેશી અને સનાતનનો એવો ધ્વજ લહેરાવીશું કે આખી દુનિયા તેનું જ પાલન કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાને મળી ડે. સીએમની જવાબદારી, 6 વખતના ધારાસભ્યની આવી છે રાજકિય સફર
- સુરત/ માછલીનો કાંટો ગળામાં ફસાઈ જતાં યુવકનું વિચિત્ર રીતે થયું મોત, 3 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા
- કોંગ્રેસ સરકારે કરેલું દેવું ભાજપ સરકારે ચૂકવવું પડ્યું, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કર્યો ખુલાસો
- PHOTOS / ભારતમાં કયા પ્રાણીઓને કાયદેસર રીતે પાળી શકાય છે અને કોને નહીં?
- ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!