GSTV
Home » News » બાબા રામદેવે કહ્યું, મંદિર નિર્માણ કોર્ટ દ્વારા નહીં પણ આ રીતે થશે

બાબા રામદેવે કહ્યું, મંદિર નિર્માણ કોર્ટ દ્વારા નહીં પણ આ રીતે થશે

યોગગુરુ બાબા રામદેવે રામમંદિર મામલે મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યુ છે કે મંદિર નિર્માણ કોર્ટ દ્વારા નહીં. પણ સંસદ દ્વારા થશે. સ્વામી રામદેવે ક્હ્યુ છે કે રામમંદિર નિર્માણનો માર્ગ સંસદ દ્વારા પ્રશસ્ત થશે. હરિદ્વારના શહેરી નગરનિગમની ચૂંટણીમાં વોટિંગ કરવા માટે પહોંચેલા બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાચા રામભક્ત ગણાવ્યા છે. તેમણે કહ્યુ છે કે સંસદ પર રામમંદિર બનાવવા માટે દબાણ થઈ રહ્યું છે.

તેની સાથે બાબા રામદેવે ચેતવણી પણ આપી છે કે જો સંસદ અને કોર્ટ રામમંદિર નહીં બનાવે, તો દેશમાં વિદ્રોહ થવાની શક્યતા છે. આ પહેલા યોગગુરુ બાબા રામદેવે કહ્યુ હતુ કે જો રામમંદિર નહીં બને તો દેશમાં કોમી સૌહાર્દ ખરાબ થવાની શક્યતા છે.

બાબા રામદેવે કહ્યુ હતુ કે રામમંદિરના મામલે હવે અત્યારે નહીં તો ક્યારેય નહીંના વિચાર સાથે કામ કરવું પડશે. વારાણસી ખાતે બાબા રામદેવે રામમંદિર નિર્માણની પેરવી કરતા કહ્યુ હતુ કે રામમંદિરનો મુદ્દો સમજૂતીના તબક્કામાંથી પસાર થઈ ચુક્યો છે. હવે સંસદમાં કાયદો લાવવો જોઈએ અને મંદિર નિર્માણની જોગવાઈ પર કામ કરવું જોઈએ.

READ ALSO 

Related posts

શિક્ષક કભી સાધારણ નહીં હોતા : ગામોમાં જઈને સર્વે કરી ‘અભણો’ શોધવાની કામગીરી સોંપાઈ

Mayur

ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવા સરકાર કાયદામાં સુધારા કરશે

Mayur

ગુનાઇત રેકોર્ડ ધરાવતા લોકોને પક્ષે ટિકિટ ના આપવી જોઇએ : ચૂંટણી પંચે સુપ્રીમને પત્ર લખતા નેતાઓમાં ફફડાટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!