GSTV
Home » News » બાબા રામદેવની ડેરી સેક્ટરમાં એન્ટ્રી, દૂધ અને દહીનાં ગગડશે ભાવ

બાબા રામદેવની ડેરી સેક્ટરમાં એન્ટ્રી, દૂધ અને દહીનાં ગગડશે ભાવ

બાબા રામદેવની કંપની પતંજલિ હવે ગાયનું દૂધ પણ વેચશે. આ સાથે જ કંપની દહી, દૂધ, છાશ અને પનીર પણ બજારમાં લાવશે. પર્થમ ચરણમાં આ પ્રોડક્ટ્સ દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનું સત્તાવાર લૉન્ચિંગ આજે બાબા રામદેવે દિલ્હી ખાતે કર્યુ છે. રામદેવે દૂધનું ના દુગ્ધામૃત રાખ્યું છે. પતંજલિએ દૂધના ભાવ 40 રૂપિયા પ્રતિ લિટર નક્કી કર્યા છે જે માર્કેટમાં વેચાતા અન્ય કંપનીઓના દૂધ કરતાં ખૂબ જ સસ્તું છે.

પતંજલિના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર શરૂઆતમાં ચાર લાખ લિટર દૂધ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ધીમે ધીમે તેની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. કંપનીની યોજના આગામી છ મહિનામાં આ વ્યવસાયને 500 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો છે.

દૂધ-દહીંથી લઇને ફ્રોઝન વટાણા સુધી

કંપનીનો દાવો છે કે તમામ ઉત્પાદનોમાં કોઇ પણ પ્રકારે ભેળસેળ કરવામાં નથી આવી અને ગ્રાહકોને શુદ્ધ ઉત્પાદન મળશે. પતંજલિ આયુર્વેદના પ્રવક્તા એસ કે તિજારાવાલએ જણાવ્યું કે લોકોને ગાયનું શુદ્ધ દૂધ અને તેનાથી બનતા ઉત્પાદનોને ખૂબ જ ઓછી કિંમતે પૂરા પાડવામાં આવશે. કંપનીએ ફ્રોઝન વટાણા, અન્ય શાકભાજી અને ફ્રેન્ચ ફ્રાઇઝ જેવા ઉત્પાદનો પણ લૉન્ચ કર્યા છે.

આ રાજ્યોમાં શરૂ થયું વેચાણ

જે રાજ્યોમાં કંપનીએ પોતાના પ્રોડક્ટ્સનું વેચાણ સૌપ્રથમ શરૂ કર્યુ છે તેમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સામેલ છે. પતંજલિની ટક્કર અમૂલ, મધર ડેરી, સરસ, નમસ્તે ઇન્ડિયા, પારસ અને ગોપાલજી જેવી કંપનીઓ સાથે છે. દૂધની કિંમત અન્ય કંપનીઓની સરખામણીમાં ઘણી ઓછી છે.

તેને હાલ કંપની પોતાના પતંજલિ ચિકત્સાલયો અને આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત અન્ય દુકાનદારો દ્વારા પણ કંપની આ પ્રોડક્ટ્સનું વેચાણ કરશે. જો કે આ પ્રોડક્ટ્સ તેને જ મળશે જે પહેલાં તેનું રજીસ્ટ્રેશન કરાવશે.

બાળકો માટે ડાયપર લૉન્ચ કર્યા

કંપનીએ 4 વર્ષ સુધીના બાળકો માટે ડાયપર પણ લૉન્ચ કર્યા છે. જે સમગ્ર દેશમાં મળવા લાગ્યાં છે. આ ઉપરાંત કંપની મહિલાઓ માટે સેનેટરી નેપકિન્સ પણ ટૂંક સમયમાં લૉન્ચ કરશે જેનો ભાવ એટલો ઓછો હશે કે ગરીબ મહિલાઓ પણ તેનો લાભ લઇ શકશે.

ઑક્ટોબરમાં મળશે જીન્સ

ઓક્ટોબરમાં પતંજલિ રેડિમેડ ગારમેન્ટ્સના બિઝનેસમાં ઝંપલાવશે. પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે પતંજલિ રેડિમેડ ગારમેન્ટ્સના સેક્ટરમાં ઉતરશે અને ઓક્ટોબરમાં દેશભરમાં તેના સ્ટોર્સ ખુલશે. તેમાં જીન્સ ઉપરાંત અન્ય ક્લોથ્સ પણ મળશે. સ્ટોરનું નામ પરિધાન હશે.

Related posts

ટૉપલેસ ફોટો બાદ હવે ભૂમિ પેડનેકરની આ હૉટ તસવીરે મચાવી ધૂમ, એવું તો શું છે કે લોકો વારંવાર જોઇ રહ્યાં છે

Bansari

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!