GSTV
Home » News » જો સરકાર મંજૂરી આપે તો બાબા રામદેવ 35 રૂપિયે લિટર પેેટ્રોલ વેંચશે

જો સરકાર મંજૂરી આપે તો બાબા રામદેવ 35 રૂપિયે લિટર પેેટ્રોલ વેંચશે

યોગગુરૂ બાબા રામદેવે પેટ્રોલ 35 રૂપિયા પ્રતિ લીટર વેંચવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેના માટે બાબા રામદેવ સરકાર પાસે મંજૂરી પણ માગી છે. બાબા રામદેવે દાવો કર્યા છે કે, સરકાર મંજૂરી આપશે તો પેટ્રોલ 35થી 40 રૂપિયા પ્રતિ લીટર વેંચવામાં આવશે.

બાબા રામદેવ  પેટ્રોલ ડીઝલ પર લગાવવામાં  આવતા ટેક્સમાં ઘટાડો કરવાની પણ માગ કરી છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના કારણે  સામાન્ય નાગરિકની ખિસ્સુ ખાલી થઈ ગયુ છે. પેટ્રોલિયમ પેદાશને જીએસટી હેઠળ લાગુ કરવામાં આવશે તો દેશની જનતાને રાહત મળી શકે છે.

મહત્વનુ છે કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાના કારણે મોદી સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં  ડોલર સામે રૂપિયો બીમાર પડતા  પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં વધારો થયો છે.

ગીર સોમનાથમાં અાજે સૌથી વધુ ભાવ

આજે સતત સોળમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે રાજ્યમાં સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ ગીર સોમનાથમાં વેચાઈ રહ્યુ છે. ગીર સોમનાથમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રૂપિયા 82.63 અને ડીઝલને 80.36 નો ભાવ નોંધાયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં  પ્રતિલીટરે 14 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટરે પાંચ પૈસાનો વધારો નોંધાયો છે..અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 81.16 પ્રતિ લીટર પર પહોંચ્યો છે.તો ડીઝલનો ભાવ રૂપિયા 79.13 પ્રતિ લીટર પર પહોંચ્યો છે.

  • બાબ રામદેવે પેટ્રોલ 35 રૂપિયામાં પ્રતિ લિટર વેચવાની વ્યક્ત કરી ઇચ્છા
  • બાબ રામદેવે સરકાર પાસે માગી મંજૂરી
  • પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ ઘટાડવા બાબ રામદેવની માગ

 

Related posts

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!