GSTV
Home » News » બાબા રામદેવે મોંઘવારી બાબતે મોદી સરકારને આપી અા ચેતવણી

બાબા રામદેવે મોંઘવારી બાબતે મોદી સરકારને આપી અા ચેતવણી

બાબા રામદેવે મોંઘવારી અંગે મોદી સરકારને ચેતવણી આપી છે. બાબા રામદેવે કહ્યું કે, જો મોંઘવારી પર કાબૂ નહીં લેવાય તો આ આગ મોદી સરકારને બહુ મોંઘી પડશે. આ ઉપરાંત બાબા રામદેવ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી અને ભાજપનું સમર્થન કરી સક્રિય રહ્યા બાદ 2019માં ભાજપ માટે પ્રચાર નહીં કરે. તેમણે કહ્યું કે આર્થિક અરાજકતાની સાથે દેશમાં રાજકીય અરાજકતાનો માહોલ સર્જાયો છે.

બાબા રામદેવે વધુમાં કહ્યુ કે, છેલ્લા 1500 વર્ષોથી સમાજના નબળાં વર્ગ પર જુલમ થયા પરંતુ તે ગુનાની સજા આજના લોકોને કેમ આપવામાં આવે છે. દેશના માહોલને જોતા એવુ લાગે છે કે બધુ ઠીક નથી. નફરતની આગ તુરંત ખતમ કરવી જોઈએ. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બાબાએ કહ્યું કે ઘણા લોકો મોદી સરકારની નીતિના વખાણ કરે છે પરંતુ હવે કેટલાક લોકો સુધારાની જરૂરિયાત અનુભવી રહ્યા છે. રામદેવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિજય માલ્યા અંગે પણ નિવેદન આપ્યુ હતું.

Related posts

‘લોકો બીમાર કેમ નથી પડી રહ્યાં કે મરી કેમ નથી રહ્યાં’ શાહિનબાગ મામલે ભાજપ છેલ્લી પાટલીએ

Mayur

‘સીએએ વિરૂદ્ધના પેરગ્રાફને વાંચવા મજબૂર છું કેમકે સીએમ એવું ઈચ્છે છે…’ : કેરળમાં ડખા વધશે

Mayur

નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશ સિંહની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જેલમાં શોષણ થાય તો દયા ન અપાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!