GSTV

બાબા કા ઢાબા ફરી વાર માર્કેટમાં આવ્યું, આ વખતે બાબાને કોઈ જાનથી મારી નાખવા માગે છે !

Last Updated on December 17, 2020 by Pravin Makwana

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં છવાયેલા બાબ કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ પોતાના જીવ બચાવવા માટે લોકો પાસે અપીલ કરી રહ્યા છે. આજે તેઓ જણાવે છે કે, મને એટલો ડર લાગે છે કે, ઘરની બહાર નિકળવાની હિમ્મત પણ થતી નથી. બાબાનો આરોપ છે કે, તેમને સતત જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તેમના ઢાબાને પણ સળગાવી દેવાની ધમકીઓ મળી રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદની જીંદગી રાતોરાત બદલાઈ ગઈ, નામ પણ મળ્યુ, ધન પણ મળ્યુ. ત્યારે હાલમાં બાબા જણાવે છે કે, અચાનક મળેલી આ દૌલતના કારણે અમુક લોકોને બળતરા થાય છે. જો કે, બાબા જણાવે છેકે મારે પહેલા પણ કોઈ સાથે દુશ્મની નથી. ઝઘડાઓ પણ થયા નથી. પણ છેલ્લા થોડા દિવસોમાં મને ફોન પર અને ઢાબા પાસે આવીને ધમકીઓ મળી રહી છે.

બાબાના આ ઢાબાને સળગાવી દેવાની પણ ધમકીઓ પણ મળે છે. સતત મળતી ધમકીઓથી કંટાળેલા બાબાએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જો કે, પોલીસે હાલ ફરિયાદ લીધી નથી, પણ તપાસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડટ થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!