મહિલાના પેટ પર મોંઢુ રાખી બાબા કરી રહ્યો હતો સારવાર, ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી

વિજ્ઞાનના આ યુગમાં મેડિકલ સાયન્સ આજે ઘણું આગળ વધી ગયુ છે. અમૂક કપરા રોગોની સારવાર હાલના સમયમાં ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં લોકો તબીબોને બતાવાને બદલે બાબાની પાસે જવાનું શ્રેષ્ઠ માને છે. અંધવિશ્વાસથી ઘેરાયેલા આ લોકોનો ફાયદો ઉઠાવી બાબા સમાજમાં પોતાનું પ્રપંચ કરે છે. હાલમાં એક એવી ઘટના બની છે કે જેના કારણે ફરીથી એક વખત સ્પષ્ટ થયુ છે કે વિજ્ઞાનના આ જમાનામાં અંધવિશ્વાસનું કોઈ સ્થાન નથી.

ખરેખર, હાલમાં એક મહિલા પેટ દર્દની સારવાર કરાવવા માટે એક બાબાની પાસે ગઈ. સૌપ્રથમ બાબા આ મહિલાને જમીન પર સૂવડાવે છે અને ત્યારબાદ મંત્રોચ્ચારણ કરવા માંડે છે. બાબા સારવાર માટે પેટ પર ત્રિશૂળથી એક નિશાન બનાવે છે. અંતમાં મહિલાના પેટ પર મોંઢુ રાખીને પત્થર નિકાળે છે અને કહે છે કે હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે. આ સારવારના બદલામાં બાબા 5 હજાર રૂપિયાની રકમ લે છે.

બાબા પાસે પેટદર્દની સારવાર કરાવ્યા બાદ મહિલા પોતાના ઘરે જતી રહે છે. થોડા સમય બાદ તેના પેટમાં ભયંકર દુ:ખાવો શરૂ થઇ જાય છે અને જોત-જોતામાં પેટમાં ભયાનક સોજો આવે છે. મહિલાની ગંભીર સ્થિતિને જોઈને પરીવારજનો તેને ત્યાંથી નાગપુર લઈને આવ્યાં, ત્યાં મહિલાને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

તપાસ બાદ તબીબોને જાણવા મળ્યું કે તેના પેટમાં એક મોટી પથરી છે, જેના કારણે તેના પેટમાં દુ:ખાવો થાય છે. સર્જરી કરીને તેના પેટમાંથી પથરીને બહાર કાઢવામાં આવે છે અને હવે તેણીને પહેલા કરતા ઘણુ સારું છે. મધ્ય પ્રદેશના છિંદવાડામાં આ પ્રકારની ઘટના ફરી એક વખત બનવાથી ઢોંગી બાબાનો પર્દાફાશ થયો છે.

તબિયતમાં ફેરફાર થયા બાદ મહિલા કહે છે કે તેણી છેલ્લા કેટલાંક સમયથી પેટના દુ:ખાવાની સમસ્યાથી પિડાઈ રહી હતી. અમૂક જગ્યાએ સારવાર કરાવ્યા બાદ જ્યારે પરેશાનીનો ઉકેલ નિકળ્યો નહીં તો તેણી બિછુઆની પાસે ખમારપાની નામની જગ્યાએ બેસતા બાબા પાસે પહોંચી હતી.

મહિલાનું કહેવુ છે કે બાબાના મોંઢામાં પહેલાથી જ પત્થર હતો અને તેણે પત્થરને મોંઢામાંથી બહાર કાઢી પેટની ઉપર રાખીને બિમારી સમાપ્ત થઇ જવાની વાત કહી હતી. મહિલાએ અત્યારે હવે નકલી બાબા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાબા અને તેના એક સાથીની ધરપકડ કરી લીધી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter