સમાજ સેવક એવા બાબા આમટેની પૌત્રી અને આનંદવનના મહારોગી સેવા સમિતિના સીઈઓ ડોક્ટર શીતલ આમટેએ આત્મહત્યા કરી લીધી છે. જોકે, હજુ તેમની આત્મહત્યાનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ કેટલાંક લોકોનું કહેવું છે કે કેટલાંક કૌટુંબિક ઝઘડાઓને કારણે ડોક્ટર શીતલ આમટેએ આત્મહત્યા કરી લીધી છે. સ્થળ પર પહોંચેલી પોલીસે આત્મહત્યાને લઈને તપાસ શરૂ કરી દીધી છે.

2016માં મળ્યો હતો વૈશ્વિક પુરસ્કાર
આત્મહત્યાના પ્રયાસ બાદ વારૉરાના પેટાજિલ્લા હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડોક્ટર શીતલે કોઈ ઝારી ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી લીધી હતી. ડોક્ટર શીતલ આમટેને જાન્યુઆરી 2016માં વિશ્વ આર્થિક મંચ દ્વારા ‘યંગ ગ્લોબલ લીડર 2016’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…
- શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત
- આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ
- હિંસા અને ફરિયાદો વચ્ચે સુરક્ષિત માહોલમાં ચૂંટણી કરાવવા પર જોર, બંગાળ ઈલેક્શન પર ચૂંટણી પંચે કરી આ મોટી વાત
- Road Safety: કારનો અકસ્માત થાય તો ક્યાં સ્ટેપ્સને કરશો ફોલો, જાણો બધું જ અહીંયા