જોતાં પહેલાં જાણો કેવી છે સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેની ફિલ્મ ‘બાઝાર’

ગૌરવ કે. ચાવલાનું નામ એડવર્ટાઇઝમેન્ટની ઇન્ડસ્ટ્રીમાં જાણીતું છે પરંતુ પહેલીવાર તેણે ફિલ્મ ડાયરેક્શનમાં પગ મુક્યો છે. શેર માર્કેટના ચડાવ-ઉતાર અને આ દુનિયામાં થતી વાતોને બાઝાક ફિલ્મ દ્વારા ગૌરવે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ચાલો જાણીએ કેવી છે આ ફિલ્મ.

ફિલ્મની વાર્તા મુંબઈનાં ઉદ્યોગપતિ શકુન કોઠારી (સૈફ અલી ખાન)થી શરૂ થાય છે જે પોતાને શેર બજારનો કિંગ માનતો હોય છે. શકુનની પત્ની મંદિરા કોઠારી (ચિત્રાંગદા સિંહ) છે. શકુન સાથેનાં વેપારી તેનાથી એટલા માટે ઇર્ષા પામે છે કારણ કે તેની કામ કરવાની રીત સૌથી અલગ છે. આ દરમિયાન ઇલાહાબાદ શહેરથી ટ્રેનિંગ કરનાર રિઝવાન અહમદ (રોહન મેહરા)ની એન્ટ્રી મુંબઈમાં થાય છે. તેનું એક જ સપનુ હોય છે, શકુન કોઠારીને એકવાર મળવું. આ દરમિયાન રિઝવાનની મુલાકાત પ્રિયા (રાધિકા આપ્ટે) સાથે થાય છે, જે ટ્રેનિંગ કંપનીમાં કામ કરતી હોય છે. રિઝવાનનું શકુન કોઠારીને મળવુ અને મળ્યા પહેલા અલગ અલગ ઘટનાઓ બને છે જે રસપ્રદ છે. છેલ્લે વાર્તાએ એક પડાવ પર પહોંચે છે જે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

સૈફ અલી ખાન અને રાધિકાનો ધુંઆધાર અભિનય

ફિલ્મની વાર્તા ઘણી રસપ્રદ છે અને તેનો સ્ક્રીનપ્લે ગજબ છે. ફિલ્મનાં સંવાદ પણ ઘણા શાનદાર છે. પ્રથમવાર ફિલ્મનું ડાયરેક્શન કરી રહેલા ગૌરવ કે ચાવલાએ ઘણું જ સારું કામ કર્યું છે. ફિલ્મનું રિસર્ચ પણ સારું છે. પરફોર્મન્સની વાત કરીએ તો સૈફ અલી ખાને ઘણા વર્ષો પછી ‘ઓમકારા’નાં લંગડા ત્યાગીની સમકક્ષવાળું પરફોર્મન્સ આપ્યું છે. પોતાના સમયનાં જાણીતા અભિનેતા વિનોદ મેહરાનાં દીકરા રોહન મેહરાએ પણ આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે, પરંતુ તેને જોઇને નથી લાગતુ કે આ તેની પહેલી ફિલ્મ છે. તેનો અભિનય પણ ઉમદા છે. તો રાધિકા આપ્ટે અને ચિત્રાંગદા સિંહે પણ પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે.

બૉક્સ ઑફિસ

ટ્રેડ પંડિતોનું માનીએ તો આ ફિલ્મનું બજેટ અંદાજે 40 કરોડ છે અને ફિલ્મને 1500થી વધારે સ્ક્રીન્સ પર રજૂ કરવામાં આવી છે. સૈફ અલી ખાનના ફેન હોવ તો જરૂરથી આ ફિલ્મ જુઓ અને ટ્રેડ પંડિતોનું માનવું છે કે વર્ડ ઑફ માઉથ આ ફિલ્મને સારી ઓપનિંગ અપાવી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter