GSTV
Bollywood Trending

વાયરલ થઇ રહ્યો છે ‘બાહુબલી’ પ્રભાસનો લેટેસ્ટ લૂક

એસ.એસ.રાજામૌલીની સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી: ધ કન્ક્લૂઝન’માં સાઉથના સુપરસ્ટાર પ્રભાસે ‘બાહુબલી’નું કેરેક્ટર પ્લે કર્યુ હતુ. ‘બાહુબલી’ સીરિઝની ફિલ્મો પછી પ્રભાસ હવે ફિલ્મ ‘સાહો’માં જોવા મળશે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પ્રભાસનો એક ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ક્લીન શેવમાં જોવા મળી રહ્યો છે.

સૂત્રોનુસાર આ પ્રભાસનો  ફિલ્મ ‘સાહો’ માટેનો નવો લૂક છે. પ્રભાસ આ ફોટોમાં ક્લીન શેવમાં જોવા મળી રહ્યો છે.  જો કે પ્રભાસને તેના ચાહકો બિયર્ડ લૂકમાં વધુ પસંદ કરે છે.આ ફોટામાં પ્રભાસે બ્લેક કલરની કેપની સાથે બ્લેક કલરના ગ્લાસીસ પહેર્યા છે.

‘બાહુબલી’ પછી પ્રભાસના ફેન્સ ‘સાહો’ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે આ ફિલ્મને સાઉથના ડિરેક્ટર સૂજીત ડિરેક્ટ કરશે અને બજેટ 150 કરોડની આસપાસ છે. આ ફિલ્મને હિન્દી અને તેલૂગૂ ભાષામાં બનાવવામાં આવશે. ફિલ્મમાં તેની જોડે અનુષ્કા શેટ્ટી જોવા મળશે.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

Related posts

બેલ્જિયમની યુવતી ઓટો ડ્રાઈવરના પ્રેમમાં પડી, ભારત આવીને કર્યા પ્રેમી સાથે લગ્ન…

Kaushal Pancholi

તહેલકા મચાવી રહ્યો છે Viનો આ રિચાર્જ પ્લાન! મળી રહી છે અનલિમિટેડ ઈન્ટરનેટની મજા

Kaushal Pancholi

વૈજ્ઞાનિકોની મોટી શોધ… મશરૂમની ત્વચામાંથી બનશે કોમ્પ્યુટર ચિપ, દુનિયામાં ઓછો થશે ઈલેક્ટ્રોનિક વેસ્ટ

GSTV Web Desk
GSTV