GSTV
Home » News » લાખો યુવતીઓના તૂટશે દિલ, ‘બાહુબલી’ પ્રભાસ આ દિવસે ચડશે ઘોડી

લાખો યુવતીઓના તૂટશે દિલ, ‘બાહુબલી’ પ્રભાસ આ દિવસે ચડશે ઘોડી

બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનારા પ્રભાસ દેશ જ નહી પરંતુ દુનિયાભરમાં હિટ થઇ ગયો છે. ફેન્સ આજે પણ તેના વિશે જાણવા માંગે છે. પ્રભાસ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સાહોના શુટિંગમાં બિઝી છે. આ વચ્ચે પ્રભાસને લઇને એક મોટી ખબર સામે આવી છે.

આ ખબર વાંચ્યા બાદ પ્રભાસની લાખો ફીમેલ ફેન્સના દિલ તૂટશે. હકીકતમાં પ્રભાસના લગ્નની તારીખ નક્કી થઇ ગઇ છે, સાહોની રીલીઝ બાદ પ્રભાસ લગ્ન કરવા જઇ રહ્યો છે. આ વાતનો ખુલાસો પ્રભાસના મામા કૃષ્ણનમ રાજૂએ કર્યો છે. તેમણે જણાવ્યું કે બાહુબલી પોતાની ફિલ્મ સાહો પૂરી કરતાં જ લગ્ન કરશે.

કૃષ્ણનમ પોતે પણ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા સ્ટાર છે. તાજેતરમાં જ ‘રીબેલ સ્ટાર’ના નામે જાણીતા રાજૂએ પોતાના 79મા જન્મદિવસે આ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.

રાજૂએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેનો ભાણેજ સાહોની રીલીઝ બાદ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. જણાવી દઇ કે ગત 2 વર્ષથી પ્રભાસના લગ્નની અફવાઓ ઉડી રહી છે. હવે જોવું રહ્યું કે આ ખબર કેટલી સાચી ઠરે છે.

પ્રભાસના લગ્નની ખબર સાથે તે સવાલ પણ ઉભો થાય છે કે તેની દુલ્હન કોણ હશે. ખબરોની માનીએ તો ગત 11 વર્ષથી પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેવામાં ઘણીવાર તેમના બ્રેકઅપની ખબરો પણ આવી હતી. બંને જાહેરમાં પોતાના સંબંધોને ‘જસ્ટ ફ્રેન્ડઝ’ નું નામ જ આપે છે.

બાહુબલીના શુટિંગ દરમિયાન પણ તેઓ એકબીજાની નજીક આવ્યાં હતા. તાજેતરમાં જ રાજામૌલીની દિકરીના લગ્નમાં પણ બંને વચ્ચેની ગજબ કેમેસ્ટ્રી જોવા મળી હતી.

Read Also

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!