GSTV
Home » News » રાજામૌલીએ તેમના આગામી પ્રોજેક્ટ વિશે કર્યો ખુલાસો

રાજામૌલીએ તેમના આગામી પ્રોજેક્ટ વિશે કર્યો ખુલાસો

બાહુબલી જેવી બ્લોક બસ્ટર ફિલ્મ આપનારા  ડિરેક્ટર રાજામૌલીએ પોતાના આગામી પ્રોજેક્ટ  વિશે થોડો ખુલાસો કર્યો હતો. હાલ તો ડિરેક્ટર રાજમૌલી સહિત ફિલ્મ બાહુબલીના હિરો પ્રભાસ, હિરોઇન અનુષ્કા શેટ્ટી તથા તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલીની સફળતાને ઇન્જોય કરી રહ્યા છે. આ સમયે એમ.એસ રાજમૌલીએ જણાવ્યું હતું કે તેમની આગામી ફિલ્મ લાર્જર ધેન લાઇફ નહીં હોય  અને  તેમાં બાહુબલીમાં જોયું તેવું ઉત્તમ પ્રકારનું વીએફએક્સ વર્ક પણ જોવા મળશે નહીં.રાજામૌલીએ ઉમેર્યું હતું કે  આ ફિલ્મ તેમના પિતા દ્વારા લખાયેલી સંવેદનશીલ ફિલ્મ હશે. જેને કોઈ સ્પેશિયલ ઇફેક્ટની જરૂર નથી.  રાજામૌલીએ સાઉથમાં મગધીરા અને વિક્રમાર્કુડુ ફિલ્મો બનાવી છે. જોકે પોતાના નવા પ્રોજેક્ટ અંગે તેમણે વધુ કોઈ ખુલાસો કર્યો નથી.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

બિકિનીમાં કાંચી સિંહનો બોલ્ડ લુક, ચર્ચામાં છે તેના ફોટાઓ

Kaushik Bavishi

દેસી સ્ટાઈલમાં નવાજુદ્દીન સિદ્દીકીએ કર્યુ મજેદાર રૈપ, શેર કર્યુ ટીજર

Kaushik Bavishi

લ્યો બોલો! હવે ઋતિકની Super 30 થઇ ગઇ લીક, આ વેબસાઇટ પર જોવાઇ રહી છે ઓનલાઇન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!