GSTV
Home » News » જાપાની બન્યા બાહુબલીના ફેન, ટીમને મોકલી આ ગિફ્ટ્સ

જાપાની બન્યા બાહુબલીના ફેન, ટીમને મોકલી આ ગિફ્ટ્સ

ભારતમાં બ્લોક બ્લસ્ટર સાબિત થનાર ફિલ્મ બાહુબલીએ જાપાનીઓને પણ ઘેલુ લગાડ્યુ છે. જાપાનમાં આ ફિલ્મે 100 દિવસ પૂરા કરી લીધા છે. આ નિમિત્તે જાપાનમાં એક સેલિબ્રેશન યોજાયુ હતુ અને તેમાં ભાગ લેવા માટે ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને પ્રોડ્યુસર શોબુ યારલાગડ્ડા જાપાન પહોંચ્યા હતા.

જાપાનમાં બાહુબલી ફેન્સે તેમને ઢગલાબંધ ગિફ્ટસ આપી હતી. ભારત પાછા ફરેલા ડાયરેક્ટર રાજમૌલી આ ગિફ્ટસ ખોલી રહ્યા છે. જેમાં બાહુબલી થીમ પર બનેલી પેઈન્ટિગસ, ગિફ્ટ કાર્ડ, હાથથી બનાવાયેલા પંખા સામેલ છે. રાજામૌલીનુ કહેવુ છે કે અમે એક એક કરીને ગિફ્ટ બોક્સ ખોલી રહ્યા છે.

રાજમૌલીએ કહ્યું કે ફેન્સના આ ગિફટ્સે સૌના ચહેરા પર સ્મિત લાવી દીધી. તેમણે જણાવ્યું કે દરેક ભેટને એક ખાસ આર્ટ સાથે શણગારવામાં આવી છે. હું તે લોકોનો આભાર માનુ છું.

Related posts

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah

વરુણ ધવનની કુલી નં-1માં મળ્યો રોલ, કારાવાસ ભોગવી ચૂકેલા રાજપાલ યાદવે જાણો કહ્યું શું

Path Shah

હવે તો પપ્પા બનાવાની ઉંમર થઇ ગઇ… નિક જોનાસનો આ શર્ટલેસ ફોટો જોઇને ફેન્સ શા માટે આવું કહી રહ્યાં છે?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!