GSTV
Bollywood Trending

બાહુબલી-2 એ હવે જે કામ કર્યુ છે તે વિશ્વની કોઈ ફિલ્મ કદાચ જ કરી શકશે

‘બાહુબલી’ બાદ ‘બાહુબલી-2’ એ પણ બોલીવૂડમાં સફળતાનો ડંકો વગાડ્યો છે ત્યારે આ ફિલ્મે પોતાના પ્રથમ 100 દિવસમાં 1700 કરોડ
રૂપિયાની કમાણી કરી લીધી હતી. આજે પણ બાહુબલી હોય કે ભલ્લાલદેવ કે કટપ્પા કે પછી શિવગામી દેવી આ લોકોના મુખે ચઢી ગયા છે. જો કે, અનેક રેકોર્ડ કરનાર આ ફિલ્મની સાથે એક એવી સિદ્વી સંકળાયેલ છે, જે બીજી કોઇ ફિલ્મ માટે આસાન નહીં હોય.

વાત જાણે એમ છે કે, આંધ્ર પ્રદેશના ગુંટુરમાં એક મહિલા ‘બાહુબલી-2’ નિહાળી રહી હતી. પરંતુ, આ મહિલા સાથે કંઇક એવું થયું કે, જેના વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક તરફ લેપટોપ પર ‘બાહુબલી-2’ ફિલ્મ ચાલી રહી હતી, ત્યારે બાહુબલી અને ભલ્લાદેવ એકબીજાનું લોહી તરસ્યા બન્યા હતા, અને ફિલ્મ રોમાંચક તબક્કામાં હતી. બીજીતરફ ડૉકટરોએ આ મહિલાનું માથુ ખોલી નાંખ્યું હતું. મતલબ કે ડૉકટરો તેના માથાનું ઓપરેશન કરી રહ્યાં હતા અને બીજીતરફ તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં હતા કે, આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

ગુંટુરની એક ખાનગી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમા ગત સપ્તાહે વિનયા કુમારી નામની 43 વર્ષિય હેડ નર્સના બ્રેન ટ્યૂમરનું ઓપરેશન
થયું હતું. આ ઓપરેશન દરમિયાન તેઓ ફિલ્મ નિહાળી રહ્યાં હતા અને ડૉકટર ટ્યૂમરને ટિશ્યૂઝથી હટાવતા રહ્યાં હતા. આ પ્રકારની સર્જરીને અવેક બેન સર્જરી કહેવામાં આવે છે. જો કે, રાહતની વાત એ છે કે, આ મહિલા પોતાની પસંદગીની ફિલ્મ નિહાળતા તેનું ઓપરેશન પણ સફળ રીતે થયું હતું. સર્જરી કરના ટીમના મુખ્ય ન્યૂરોસર્જન શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે, તેના લેફ્ટ સેન્સરી કોર્ટેક્સથી ટ્યૂમરને હટાવી દેવામાં આવ્યો હતો. સર્જરી દરમિયાન મહિલા ફિલ્મ ‘બાહુબલી-2’ નું તેલુગુ સંસ્કરણનું ગીત ડંડાલય્યા ગાતી હતી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 3 કલાક 17 મિનિટની છે. પરંતુ, આ સર્જરી લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. જો કે, એવા પણ અહેવાલ છે કે,
સર્જરીના પાંચ દિવસ બાદ આ મહિલાને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી.

Related posts

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk
GSTV