GSTV
Home » News » સાહો માટે પ્રભાસે લીધાં હિંદીનાં ટ્યૂશન, હવે વાંચી અને લખી શકે છે

સાહો માટે પ્રભાસે લીધાં હિંદીનાં ટ્યૂશન, હવે વાંચી અને લખી શકે છે

બાહુબલી ફેમ પ્રભાસ, સાહો ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. અત્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મને તેલુગૂ અને તમિળ સિવાય હિંદીમાં પણ શૂટ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ દક્ષિણની ભાષાઓમાં નિપુણ છે અને હિંદીમાં તેમને થોડી તકલીફ પડી રહી છે. અત્યારે પ્રભાસ હિંદી શીખવા ખાસ ક્લાસ પણ કરી રહ્યા છે. હા જોકે તેમને હિંદી બોલતાં તો આવડે છે પરંતુ ફ્લુઅન્ટ નથી બોલી શકતા.

મીડિયા સાથેની વાતચીતમાં પ્રભાસે જણાવ્યું કે, ‘સાહો ફિલ્મને આખા દેશના દર્શકોને બતાવવામાં આવશે. તેની વાર્તા અને સેટિંગ પણ એ મુજબ જ છે. આ મુશ્કેલ છે, પરંતુ હિંદી મારી પ્રથમ ભાષા નથી, એટલે મારે બહુ મહેનત કરવી પડી. હવે હું આ ભાષાને વાંચી અને લખી શકું છું, પરંતુ બોલવામાં તકલીફ પડે છે, કારણકે કોઇ તેને સમજી નહીં શકે.’

View this post on Instagram

☀Quote Of The Day☀ “Ninety Nine percent of the failures comes from the people who have habits of making excuses`" 🍁 The difference between successful people and others is attitude. The successful people are determined to be the best that they can be and continuously strive for excellence. They are go-getters who believe in finishing any task that they take up within the stipulated time. They, like the others, have the option of deferring the work or evading what needs to be done, but they don’t. The fact that they have a steely resolve to complete their tasks makes them succeed and sets them apart." #Prabhas ❤ @actorprabhas Good morning Darlings 💐 Be Happy Always…. Have A Beautiful Sunday✨ Lots Of Blessings to All🤗 #MorningMotivation 😉😇 ✨ #SundayMotivation #SundayThoughts #SundayFunday #Sandy_Prabhas_Bahubali 🇫 🇴 🇱 🇱 🇴 🇼:-👇 @sandy_prabhas_bahubali @sandy_prabhas_bahubali @sandy_prabhas_bahubali @sandy_prabhas_bahubali @sandy_prabhas_bahubali @sandy_prabhas_bahubali #SAAHO @baahubalimovie #DarlingPrabhas #ThoughtOfTheDay #RebelstarPrabhas #Rebelstar #Motivationalquotes #ThoughtsOftheDay #AnushkaShetty #Baahubali @shraddhakapoor @sandy_prabhas_bahubali #Prabhasraju#Sandysays #DarlingPrabhas #UppalapatiPrabhasRaju #Prabhasrajuuppalapati #Instaprabhas #Pabsu #Prabhas_Raju #MaheshBabu #ShraddhaKapoor #Darling #Tollywood #Kollywood #Bahubaliprabhas #PrabhasFans

A post shared by Actor Prabhas ❤🙏 (@sandy_prabhas_bahubali) on

પ્રભાસે જણાવ્યું કે, “મેં હિંદી શીખવા બહુ મહેનત કરી છે અને આ માટે એક ટીચર પણ રાખ્યા હતા. મેં તેના માટે બહુ હોમવર્ક પણ કર્યું છે. સોની (મારી ટીચરે) એક મહિના કરતાં વધારે સમય સુધી ડાયલૉગ માટે ખાસ ક્લાસ આપ્યા. તેનું પહેલું શિડ્યૂલ મારા માટે બહુ મુશ્કેલ હતું, પરંતુ બીજું શિડ્યૂલ થોડું ઠીક હતું.”

ઉલ્લેખનિય છે કે, તેમાં પ્રભાસ સિવાય શ્રદ્ધા કપૂર, નીલ નિતિન મુકેશ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, મુરલી શર્મા, અરૂણ વિજય જેવા એક્ટર્સ પણ જોવા મળશે. આ ફિલ્મને અત્યાર સુધીમાં હૈદરાબાદ, મુંબઈ અને અબુ ધાબીમાં શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્દેશન સુજીત કરી રહ્યા છે. ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ 15 ઑગષ્ટ, 2019ના રોજ રિલીઝ થશે.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!