બોલિવુડ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ હાલ પોતાની અપકમિંગ ફિલ્મના કારણે ચર્ચામાં છે. ટાઈગર ફરીથી બાગી ફિલ્મની સિરીઝનાં ત્રીજા ભાગ એટલેકે Baaghi 3માં નજરે પડશે.

આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ નજરે પડશે. ઉલ્લેખનીય છે કે બન્ને સ્ટાર આ ફિલ્મની શૂંટીગ કરતા નજરે પડી રહ્યા હતા. શૂંટીગની વચ્ચે અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનાં સેટ પરથી પોતાનો લુક શેર કર્યો છે.
એક્શન સ્ટાર ટાઈગર શ્રોફે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે એક્શન ડે 2….. ફોટોગ્રાફ્સમાં ટાઈગર સ્લીવલેસ જેકેટ પહેરીને પોતાની બોડીને ફ્લોન્ટ કરતા નજરે પડી રહ્યા છે. ટાઈગરે પોતાની સ્લીવલેસ જેકેટને કાર્ગો પેન્ટ સાથે પાયરઅપ કર્યું છે.

સનગ્લાસીસ લગાવેલા ટાઈગર શ્રોફ એદમ હેન્ડસમ લાગી રહ્યા છે. ત્યારે આ ફોટોને જોઈને કહી શકાય છે કે બાગી 3માં ટાઈગરની ભૂમિકા દમદાર રહેશે. બાગી 2માં દિશા પટણી હતી મુખ્ય અભિનેત્રી જ્યારે બાગી 3 માં ટાઈગરની સાથે ફરીથી શ્રદ્ધા કપૂર નજરે પડશે.
READ ALSO
- દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન
- રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર
- ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે
- 1 ફેબ્રુઆરીથી રેલવેમાં મુસાફરી મોંઘી થઇ જશે, ભાડામાં થશે આટલો વધારો
- સરકાર બદલવા જઈ રહી છે ગ્રેજ્યુટી સાથે જોડાયેલા કેટલાક નિયમો, કર્મચારીને થશે લાભ જ લાભ