ટાઇગરની જબરદસ્ત એક્શન માટે થઇ જાઓ તૈયાર, આ દિવસે રિલીઝ થશે ‘Baaghi 3’

ટાઇગર શ્રોફ પોતાની સુપરહિટ સીરીઝ ‘બાગી’ના પહેલા અને બીજા પાર્ટી સફળતા બાદ હવે ફિલ્મનો ત્રીજો ભાગ ‘બાગી 3’ ની ઘોષણા કરતાં જણાવ્યું કે, તે ટૂંક સમયમાં પોતાની આ એક્શન ડ્રામા ફિલ્મનો ત્રીજો ભાગ દરઅશકો સામે રજૂ કરશે. તેમણે આ વાતની ઘોષણા પોતાના ઇન્સ્ટાગ્રામ પર કરી છે.

જણાવી દઉએ કે ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ બાગી 3ના નવા પોસ્ટર સાથે રિલિઝ ડેટની ઘોષણા કરી છે. ફિલ્મ 6 માર્ચ 2020ના રોજ રિલિઝ થશે. બાગી 3નું ડાયરેક્શન અહેમદ ખાન કરશે. ટાઇગરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યુ છે. સાજિદ નડિયાદવાલાની બાગી-3 6 માર્ચના રોજ રિલિઝ થશે. આ સાથે જ તેમણે ફિલ્મના ડાયરેક્ટર અહેમદ ખાન સહિત ફિલ્મની ટીમને ટેગ કરી છે.

ફિલ્મનું પહેલું પોસ્ટર જોઇને કહી સકાય કે આ ખૂબ જ ધમાકેદાર ફિલ્મ હશે. બાગી-3ને એક્શનના મામલે પહેલી બંને ફિલ્મો કરતાં ઉપર રાખવામાં આવશે. તેના માટે ટાઇગરે સ્પેશિયલ ટ્રેનિંગ પણ લીધી છે. જણાવી દઇ કે બાગીના પહેલા પાર્ટમાં ટાઇગર સાથે શ્રદ્ધા કપૂર નજરે પડી હતી ત્યારે ફિલ્મના બીજા ભાગમાં દિશા પટણી જોવા મળી હતી.

આ બંને ફિલ્મોની સફતા બાદ હવે જોવું રહ્યું કે ત્રીજા પાર્ટમાં ટાઇગર કઇ હિરોઇન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જો કે તાજેતરમાં તેવા અહેવાલ પણ મળ્યાં હતાં કે બાગી-3માં લીડ એક્ટ્રેસ તરીકે સારા અલી ખાનને લેવામાં આવશે. જણાવી દઇએ કે સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ તાજેતરમાં જ રિલિઝ થઇ છે અને તે બોક્સઑફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે. સારાની બીજી ફિલ્મ સિમ્બા ટૂંક સમયમાં રિલિઝ થશે જેમાં તે રણવીર સિંહ સાથે નજર પડશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter