GSTV
Home » News » ‘બાગી-2’ : ‘ઓ સાથી’ સૉન્ગમાં છલકાયો દિશા-ટાઇગરનો રોમાન્સ

‘બાગી-2’ : ‘ઓ સાથી’ સૉન્ગમાં છલકાયો દિશા-ટાઇગરનો રોમાન્સ

‘બાગી 2’ના મેકર્સે પોતાની ફિલ્મના પહેલા સૉન્ગ બાદ આજે બીજુ સૉન્ગ રિલિઝ કરી દીધું છે. પહેલા સૉન્ગમાં દિશા પટણી અને ટાઇગર શ્રોફ પંજાબ ધુન પર ઝૂમતા જોવા મળ્યાં હતાં. તેવામાં ફિલ્મના બીજા સોન્ગમાં ટાઇગર અને દિશા વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ‘ઓ  સાથી’ સૉન્ગમાં દિશા અને ટાઇગરની જોડી ખૂબ જ રિફ્રેશિંગ લાગી રહી છે. ‘ઓ  સાથી’ સોન્ગના લિરિક્સ અને મ્યુઝિક અરકો પ્રાવો મુખર્જીએ આપ્યું છે. અરકોએ આ સૉન્ગ માટે પોતાનો અવાજ પણ આપ્યો છે.

તાજેતરમાં જ રિલિઝ થયેલા ‘બાગી 2’ના ટ્રેલરે ટાઇગર અને દિશાના ફેન્સને ખૂબ જ ઉત્સાહિત કરી દીધાં હતાં. જો કે ટ્રેલરમાં દર્શકોને ટાઇગરની વધુ એક્શન જોવા મળી નથી. પરંતુ જો તમે ટાઇગર અને દિશા વચ્ચેની અદભુત કેમેસ્ટ્રી જોવા માંગતા હોય તો તમને આ સોન્ગ ખૂબ જ પસંદ આવશે.

સાજિદ નડિયાદવાલા અને ફૉક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા સહનિર્મિત ‘બાગી 2’ને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. ફિલ્મમાં એક્શન સીન્સની ભરમાર છે અને ફિલ્મનો એક મુખ્ય સીન હેલિકોપ્ટરમાં શૂટ કરવામાં આવ્યો છે તેથી ફિલ્મની એક્શનપેક જોડી ઑનસ્ક્રીન સ્ટંટને વાસ્તવિક જીવનમાં કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે બાગીમાં ટાઇગર શ્રોફની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી અને આ ફિલ્મ વર્ષ 2016માં રિલિઝ થઇ હતી. ફિલ્મના નિર્માતાએ બાગી 2 રિલિઝ થતાં પહેલા જ બાગી 3ની પણ ઘોષણા કરી દીધી છે. ફિલ્મનું શુટિંગ ડિસેમ્બર 2018થી શરૂ થશે. દિશા અને ટાઇગરની બાગી-2 30 માર્ચ 2018ના રોજ રિલિઝ થશે.

Related posts

Dhanteras 2019: આ ધનતેરસે રાશિ પ્રમાણે ખરીદો આ ગિફ્ટ, જીવનભર સાથે રહેશે પાર્ટનરનો પ્રેમ

pratik shah

INX મીડિયા કેસમાં જામીન માટે પી ચિદંબરમ દિલ્હી હાઇકોર્ટની શરણે

Bansari

થરાદમાં ગટરનાં પાણીનાં ત્રાસને લઈને સ્થાનિક મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!