GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

‘બાગી-2’ મૂવી પ્રિવ્યૂ : 24 કલાકમાં જ ટ્રેલરને મળ્યાં 60 મિલિયન વ્યૂઝ

ટાઇગર શ્રોફ અને દિશા પટણી સ્ટારર ફિલ્મ બાગી-2ના ટ્રેલરને રિલિઝ થયાને હજુ 24 કલાક થયા છે પરંતુ આ ફિલ્મે પોતાનો પહેલો રેકોર્ડ બનાવીને સૌને આશ્વર્યમાં મૂકી દીધાં છે. 24 કલાકમાં ટ્રેલરને 60 મિલિયન વ્યૂઝ મળ્યાં છે. બાગી 2નું એક્શન ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં ટાઇગર સાથે દિશા પટણી પણ જોવા મળશે અને આ ફિલ્મ 30 માર્ચે રિલિઝ થશે. આ ફિલ્મના ટ્રેલરને મળેલા આ વ્યૂઝ એક સિદ્ધી છે કારણકે સલમાન ખાનની ટાઇગર ઝિંદા હૈને પણ 24 કલાકમાં 15 મિલિયન વ્યૂઝ મળ્યાં હતાં. અગાઉ આ રેકોર્ડ પદ્માવતના નામે હતો. પદેમાવતનું ટ્રેલર 24 કલાકમાં 45 મિલિયન વખત જોવાયું હતું પરંતુ હવે 60 મિલિયન વ્યૂઝ સાથે આ રેકોર્ડ ટાઇગરના નામે છે.

મૂવી પ્રિવ્યૂ

નડિયાદવાલા  ગ્રેન્ડસન એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળબનેલી ફિલ્મ બાગી-2માં નેહા (દિશા પટણી)ના બાળકનુ અપહરણ થઇ જાય છે અને તે મુશકેલીમાં મુકાઇ જાય છે. તેની પાસે કોઇ પુરાવા નથી તેવા સમયે તેને યાદ આવે છે પોતાના એક્સ લવર રૉનીની. રૉની એક આર્મી ઓફિસર છે. નેહા તેને મળે છે અને તેને પોતાની મુશ્કેલી જણાવે છે. રૉનીના હાથે કેટલાંક મહત્વના પુરાવા લાગે છે અને તે ગોવા પહોંચી જાય છે. ત્યાં તેનો સામનો ડ્રગ માફિયાઓ અને રશિયન માફિયાઓ સાથે થાય છે.જબરદસ્ત સ્ટંટ્સ, ચેઝ સીકવન્સ, વિસ્ફોટો, હવાઇ હુમલા અને લાર્જ સ્કેલ એક્શન સિકવન્સ આ ફિલ્મમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 2016માં રિલિઝ થયેલી ફિલ્મ બાગીની સિક્વલ છે.

Related posts

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

ચાઈનીઝ સ્માર્ટ ફોનની કંપનીઓ માટે આવ્યા ખરાબ સમાચાર, થઈ શકે છે મોટું નુકસાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!