GSTV
Home » News » Video : માધુરીના આઇકૉનિક સૉન્ગમાં જેક્લિનનો જુઓ કાતિલ અંદાજ

Video : માધુરીના આઇકૉનિક સૉન્ગમાં જેક્લિનનો જુઓ કાતિલ અંદાજ

ટાઇગર  શ્રોફ અને દિશા પટણી સ્ટારર ફિલ્મ બાગી-2 આજકાલ ચર્ચામાં છે. આ એક્શન પેક ફિલ્મમાં જેક્લિન ફર્નાન્ડિસ માધુરી દિક્ષિતના આઇકૉનિક સૉન્ગ ‘એક દો તીન’ પર ઠુમકા લગાવતી જોવા મળશે. ફિલ્મ તેજાબના આ સુપરહીટ સૉન્ગને રિબૂટ કરવામાં આવી રહ્યું છે. હવે જેકલીનનો લુક પણ સામે આવ્યો છે.

આ હિટ નંબરમાં જેકિલનના કોસ્ચ્યુમને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે. આ ડ્રેસ ખૂબ જ કલરફુલ છે.આ ડ્રેસને પણ માધુરીના ડ્રેસને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. પરંતુ જેક્લિનને માધુરી કરતા થોડો અલગ લુક આપવામાં આવ્યો છે.

જેકલિનનો લુક દિશા પટણીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ તસવીરમાં જેકિલન ખૂબ જ હોટ લાગી રહી છે. હવે જોવુ રહ્યું કે 80ના દશકના આ સુપરહીટ સૉન્ગને જેક્લિન કેટલો ન્યાય આપી શકે છે. એક ઇન્ટરવ્યુ જેકલિને જણાવ્યુ હતું કે માધુરી જેવી લેજન્ડ એક્ટ્રેસના સૉન્ગ પર ફરીથી ડાન્સ કરવા મારા માટે સૌથી મોટો સ્ટ્રેસ હતો. અને જૂના સૉન્ગ સાથે મેચ કરવાનો બિલકૂલ પ્રયાસ નથી કરી રહ્યાં. માધુરી જવુ પરફોર્મ કોઇ ન કરી શકે. આ અમૈરી તરફથી ડિવાને ટ્રિબ્યુટ છે.

ઉલ્લેખનીય છે કે બાગી-2 વર્ષ 2016માં રિલિઝ થયેલી ફિલ્મ બાગીની સિક્વલ છે. તેમાં ટાઇગર સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી પરંતુ આ વખતે તેની સાથે ટાઇગરની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણી જોવા મળશે.

Related posts

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!