GSTV
Home » News » Baaghi -2ના પાંચ દમદાર ડાયલૉગ, જે તમને ફિલ્મ જોવા માટે કરશે મજબૂર

Baaghi -2ના પાંચ દમદાર ડાયલૉગ, જે તમને ફિલ્મ જોવા માટે કરશે મજબૂર

ટાઇગર શ્રોફની પહેલી ફિલ્મ હીરોપંતીથી જે ટ્રેન્ડ શરૂ થયો હતો, તે 4 વર્ષ બાદ બાગી-2 સાથે તેની ફિલ્મોની ખાસિયત બનતો જઇ રહ્યો છે. વન લાઇનર ડાયલૉગ્સ સાંભળીને તમને લાગે કે ટાઇગરની ફિલ્મો માટે આ ડાયલૉગ્સ પર ખૂબ જ મહેનત કરવામાં આવે છે. તેવામાં ટાઇગર પોતાની કાતિલ સ્માઇલ સાથે જ્યારે આ ડાયલૉગ બોલે છે ત્યારે લાગે છે કે આ ખાસિયત સાથે તે લાંબી મજલ ખેડવાનો છે.

ટાઇગરની જેમ સલમાન ખાનની માચો ઇમેજ ઉભી કરવામાં આ વન લાઇનર ડાયલૉગ્સનો મોટો ફાળો છે. વૉન્ટેડ, બોડીગાર્ડ અને ટાઇગર ઝિંદા હે જેવી ફિલ્મોમાં સલમાન ખાનના આ જ ડાયલોગ્સના કારણે થિયેટરોમાં લાંબી લાઇનો લાગતી હતી. તેવામાં એક્શન પર જ દાવ રમી રહેલા રિયલ લાઇફ ટાઇગર પણ આ મામલે સલમાનને ટક્કર આપી રહ્યો છે. તેની આજે જ રિલિઝ થયેલી ફિલ્મ બાગી-2માં પણ આવા અનેક ડાયલૉગ્સ છે, જે લોકોની જીભે ચડી જાય તો નવાઇ નહી.

આ છે બાગી-2ના દમદાર ડાયલૉગ્સ

Image may contain: 1 person, close-up

-‘વન મૅન આર્મી કે બારે મેં સુના હૈ, વો અકેલા હી પૂરા ફૌજ કે બરાબર હૈ’

Image may contain: 1 person, standing

-‘જો તેરા ટૉર્ચર હૈ, વો મેરા વૉર્મ અપ હૈ’

Image may contain: 5 people, beard

-‘વો કહાવત સુની હૈ-એક સડા હુઆ આમ પૂરી પેટી બરબાદ કર દેતા હૈ’

Image may contain: 1 person, standing, plant and outdoor

-‘ઇતના તોડૂંગા ના કિ અકડ નઝાકતમેં બદલ જાએગી’

Image may contain: 1 person, outdoor

-‘ઇસ લડાઇ મેં ઉસકા કુછ નહી બિગડેગા ઔર તુમ્હારા કુછ બચેગા નહી’

ઉલ્લેખનીય છે કે બાગી-2 ભારતમાં 3500 સ્ક્રીન્સ પર રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મ 45 દેશોમાં રિલિઝ થઇ છે. વર્લ્ડવાઇડ આ ફિલ્મ 4125 સ્ક્રીન્સ પર રિલિઝ થઇ છે. દિશા પટણી અગાઉ ‘એસએસ ધોની’ ફિલ્મમાં જોવા મળી હતી. ટાઇગરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત હિરોપંતી સાથે કરી હતી, તે પછી તેની મુન્ના માઇકલ, બાગી, ફ્લાઇંગ જાટ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

Related posts

મોડેલ પત્ની સાથે બોટ પર મજા કરી રહ્યો હતો ફૂટબોલર, જે સમયે જીવ મૂકાઈ ગયો હતો જોખમમાં

Arohi

બોલ્ડનેસની હદ વટાવી મલાઈકા અરોરાએ, જુઓ તેનો બિકિની અવતાર

Dharika Jansari

કેનેડામાં ‘સિંહ બનાવશે કિંગ’, જગમીત સિંહના હાથમાં છે સત્તાની ચાવી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!