GSTV
Home » News » બોક્સઓફિસ પર ટાઈગરની દહાડ: બાગી-2 100 કરોડને પાર

બોક્સઓફિસ પર ટાઈગરની દહાડ: બાગી-2 100 કરોડને પાર

ટાઈગર શ્રોફની ફિલ્મ બાગી-2 ક્રિટીકલી ફ્લોપ નીવડી છે, પણ ફિલ્મે બોક્સઓફિસ પર નવા કિર્તીમાનો સ્થાપતા વિશ્વભરમાંથી 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. આ પહેલા ટાઈગર શ્રોફની જ ફિલ્મ બાગીએ કમર્શિયલી સફળતાના શીખરો સર કર્યા હતા. અને હવે બાગી-2ની સફળતાથી ટાઈગરે પોતાની જનરેશનના સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા, વરૂણ ધવન અને સુશાંત સિંહ રાજપૂતને પાછળ રાખી દીધા છે.

ટાઈગરની ફિલ્મી કરિયર પર નજર કરવામાં આવે તો તેણે મોટાભાગની તમિલ કે તેલુગુ રિમેક ફિલ્મોમાં જ કામ કર્યું છે. અને છેલ્લી બે ફિલ્મો મુન્ના માઈકલ અને ફ્લાઈંગ જાટ ફ્લોપ નીવડતા તેને ઘણા ક્રિટિસિઝમનો સામનો કરવો પડ્યો હતો. અને આ સમયે બાગી-2 સુપરહિટ સાબિત થતા ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત મેકર્સ પણ એક્સાઈટેડ છે.

ઉપરથી ફિલ્મની લીડ એક્ટ્રેસ દીશા પટ્ટણીના કરિયરની આ બીજી 100 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જેણે અગાઊ એમ.એસ ધોની ધ:અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં ધોનીની ગર્લફ્રેન્ડનો કિરદાર પ્લે કર્યો હતો, પણ આ ફિલ્મમાં તેનો ફુલ ફ્લેજ્ડ રોલ નહોતો. હાલ તો ટાઈગર અને દીશા આ ફિલ્મની સફળતા માટે પોતાના ફેન્સનો સોશિયલ મીડિયા પર આભાર માન્યો છે. જણાવી દઈએ કે જેવી રીતે બાગી પ્રભાસની સુપરહિટ તેલુગુ ફિલ્મ વર્ષમની રિમેક હતી, તેમ બાગી-2 પણ બ્લોકબસ્ટર ફિલ્મ ક્ષણમની રિમેક જ છે.

Related posts

એ…એ…ગઇ….લાઇવ કોન્સર્ટમાં ઉંધે માથે ધડામ થઇ ગઇ લેડી ગાગા, Video છે જોવા જેવો

Bansari

મોદીના મહેમાન બન્યા બોલીવૂડના કલાકારો, PM સાથે સેલ્ફી લેવા થઈ પડાપડી

Nilesh Jethva

આ શું બોલી ગઈ તાપસી પન્નૂ? ખોલી નાખ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એવો સૌથી મોટો રાઝ કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!