‘બા બહુ ઓર બેબી’ની આ એક્ટ્રેસે કર્યા ચાઈનીઝ દુલ્હા સાથે લગ્ન, જુઓ Photos

ટીવી સીરિયલ ‘બા બહુ ઓર બેબી’થી ફેમસ થયેલ એક્ટ્રેસ બેનાફ દાદાચંદજીએ પોતાના ચાઈનીઝ બોયફ્રેન્ડ નોર્મન હાઉ સાથે લગ્ન કરી લીધા છે. બન્ને લગભગ નવ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. બેનાફના હસબેન્ડ નોર્મન હાઉ એક ફેમસ શેફ છે. તેની પોતાની એક રેસ્ટોરન્ટ પણ છે.

ગયા શુક્રવારે રાતે બેનાફ અને નોર્મને એક રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં રાકેશ બાપટ, રિદ્ધિ ડોગરા, શરદ કેલકલ અને કીર્તિ કેલકર સહીત ધણા ટીવી સ્ટાર્સે હાજરી આપી હતી.

વેડિંગ સેરેમની વખતે બેનાફે વ્હાઈટ ઓફશોલ્ડર ગાઉન પહેર્યું હતું ત્યાંજ તેમના પતિએ બ્લેક સૂટ પહેર્યો હતો. પોતાના વિદેશી દુલ્હા સાથે બેનાફ ખૂબ ખુશ જોવા મળી રહી હતી.

નોર્મન ચીનના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેનાફે લગ્નની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ‘9 વર્ષની કોર્ટશિપ બાદ છેલ્લે અમે લગ્ન કરી જ લીધા અને હવે ખુબ સારું મહેસુસ કરી રહ્યા છીએ. 9 વર્ષ ક્યા જતા રહ્યા ખબર જ ના પડી.’

લગ્ન પછી ચીન શિફ્ટ થવાના સવાલ પર બેનાફે જણાવ્યું કે, ‘ક્યારેય નહીં, હું અહીં જ રહીશ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી રહીશ.’ બેનાફ ફિલ્મ હેલો, ચાઈના ગેટ અને બાબી જાસૂસમાં જોવા મળી ચુકી છે.

View this post on Instagram

💕 @srishtyrode24

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter