GSTV
Home » News » વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

ભારતના ઉભરતા બેડમિંટન ખેલાડી બી સાંઈ પ્રણીત વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપના પુરુષ સિંગલ્સ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. 19 માં ક્રમે આવેલા પ્રણિતે વિશ્વના નંબર ચારના ઇન્ડોનેશિયાના ખેલાડી જોનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચ્યો.

શુક્રવારે રમાયેલી મેચમાં પ્રણિતે ક્રિસ્ટીને 51 મિનિટની મેચમાં સતત ચાલતા સેટમાં 24-22 અને 21-14થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશીપના સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે ભારત માટે અન્ય મેડલની પુષ્ટિ કરી હતી.આટલું જ નહીં પ્રણિત ભારતીય બેડમિંટનના 36 વર્ષના ઇતિહાસમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ મેળવનારો બીજો ખેલાડી બન્યો છે. તે પહેલા, પ્રકાશ પાદુકોણ 1983 માં વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો અને ભારત માટે મેડલ જીત્યો હતો.

READ ALSO

Related posts

તહેવારો દરમ્યાન વજન ન વધે અને ફીટ રહેવાં માંગો છો તો આ 6 ટિપ્સ અજમાવો, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે

Mansi Patel

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah

રોજનાં 100 રૂપિયા લગાવીને મેળવી શકો છો 20 લાખ, બહુજ લાભદાયક છે આ પ્લાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!