GSTV
News Trending World

બી 52 વિમાનો બે કલાકમાં રશિયા પહોંચી તબાહી મચાવી દીધી હોત : એક અમેરિકી પાયલટે રોક્યું હતું યુદ્ધ

24 નવેમ્બર 1964ના દિવસે ટ્રિનીટી સાઇટ પર એકિસડેન્ટ થતા અમેરિકાએ પોતાની મિસાઇલો એલર્ટ પર રાખી હતી. અમેરિકાના ન્યૂકલીઅર વેપેન્સની ટ્રીનિટી સાઇટ પર રડાર સિસ્ટમની ચાંપતી નજર રહેતી હતી. આ રડાર સિસ્ટમ અમેરિકી સેનાના સ્ટ્રેટેજિક એયર કમાન્ડ હેડ કવાર્ટર નેબ્રાસ્કા અને નોરાડ સાથે પણ જોડાયેલી હતી. જોકે, એક અમેરિકી પાયલોટના કારણે રશિયા અમેરિકાના પરમાણુ હુમલાથી બચી ગયું હતું.

24 નવેમ્બર 1964ના રોજ અમેરિકાની ટ્રિનીટી સાઇટ રડારની કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ જતા અફરા-તફરીનો માહોલ ઉભો થયો હતો. સામાન્ય રીતે આવું દુશ્મન દેશે હુમલો કર્યો હોય ત્યારે જ બને છે. નોરાડના અધિકારીઓએ લોકલ ટેલીફોન લાઇન પરથી ફોન જોડવા પ્રયાસ કર્યો પરંતુ ડાયલ ટોન સંભળાતો ન હતો. આથી સોવિયત સંઘ રશિયાએ હુમલો કર્યો હોવાનું માનવા સિવાય બીજુ કારણ રહયું ન હતું. આવા સંજોગોમાં તરત જ પરમાણુ હથિયારોથી સજજ યુદ્દ વિમાનોને હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.

છેલ્લી 12 મીનિટ બાકી હતી ત્યારે બી 52 જેવા ઘાતક વિમાનોના એન્જિન પણ ચાલુ થઇ ગયા હતા. એરફોર્સ માત્ર એક અંતિમ આદેશની રાહ જોતી હતી. આવી સ્થિતિમાં પહેલીથી જ ઉડાન ભરીને ચકકર મારતા વિમાનના એક પાયલોટે રડાર સિસ્ટમ પાસે ધુમાડો ઉડતો જોયો. તપાસ કરતા માલૂમ પડયું કે આ શોર્ટ સર્કિટ કે કોઇ એકસિડન્ટના કારણે થયું હતું. જો આ નકકી ના થઇ શકયું હોત તો 1000 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડતા બી 52 વિમાનો બે કલાકમાં રશિયા પહોંચી તબાહી મચાવી દીધી હોત.

કોલ્ડવોરના જમાનામાં અમેરિકાએ ઇમરજન્સી મેસેજ કરીને લોકોને જાગૃત રાખવા માટે એલાર્મ સિસ્ટમ સમગ્ર દેશમાં લગાવી હતી. જેમાં સોવિયત રશિયાના હુમલાઓથી કેવી રીતે બચવું તે અંગે માહિતી આપવામાં આવતી હતી. આ અંગેનો સંદેશ દર શનિવારે પ્રસારિત કરવામાં આવતો હતો. 20 ફેબ્રઆરી 1971ના રોજ અમેરિકી સૈન્ય સેવા નોરાડે ભૂલથી ટેસ્ટીંગ ટેપના સ્થાને હુમલાના સમયનો મેસેજ પ્રસારિત કર્યો. જેમાં રાષ્ટ્રપતિ તરફથી ઇમરજન્સી મેસેજ આવશે તેવી વાત કરી હતી. આથી લોકો એવું સમજયા કે અમેરિકા પર રશિયાનો હુમલો શરૂ થઇ ચુકયો છે. આ પ્રકારના મેસેજ રેડિયો સ્ટેશન પરથી પણ પ્રસારિત થવા લાગ્યા હતા. આ એક ભૂલના કારણે અમેરિકનોના શ્વાસ અટકી ગયા હતા.

READ ALSO

Related posts

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ

GSTV Web Desk

શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો

Akib Chhipa

પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો

GSTV Web Desk
GSTV