GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

કોરોના

છેલ્લાં દોઢ વર્ષ કરતા વધારે સમયથી વિશ્વ આખામાં કોરોના મહામારી હાહાકારા મચાવી રહી છે. સતત દુનિયાના કોઇકના કોઇક દેશમાં આ વાયરસનો કહેર યથાવત રહ્યો છે. આ સિવાય આ વાયરસ સતત પોતાના સ્વરુપો પણ બદલી રહ્યો છે. જેના કારણે સતત તેના પર સંશોધન કરી રહ્યા છે. સૌથી પહેલાં કોરોના વાયરસનો બ્રિટેન વેરિએન્ટ સામે આવ્યો. ત્યારબાદ બ્રાઝીલ અને દ.આફ્રિકાના નવા વેરિએન્ટે દુનિયાના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો હતો.

તેવામાં હાલમાં દુનિયાની સામે ભારતીય વેરિએન્ટ અત્યંત ખતરનાક બન્યો છે. હવે ભારના કોરોના વેરિએન્ટના B.1.167ને પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સૌથી ઘાતક ગણાવ્યો છે. સાથે ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ પણ આવી શકે છે.

WHOની ટીમ છેલ્લાં ઘણા સમયથી કોરોનાના અલગ-અલગ વેરિએન્ટન પર સંશોધન કરી રહી છે

WHOની એક નિષ્ણાંતોની ટીમ છેલ્લાં ઘણા સમયથી કોરોના વાયરસના અલગ-અલગ વેરિએન્ટ પર સંશોધન કરી રહી છે. આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોની ટીમ ભારતીય વેરિએન્ટ પર રસીની અસરને લઈને પણ ચર્ચા કરી રહી છે. તેમણે એ પણ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં વિશ્વભરમાં નવા વેરિએન્ટ સામે આવી શકે છે. જેમાંથી કેટલાક વેરિએન્ટ અત્યંત ઘાતક હોઈ શકે છે. જેનાથી સંક્રમણને રોકવા માટે યુદ્ધ સ્તર પર કાર્ય કરવાની ખાસ જરૂરીયાત છે.

WHOના જણાવ્યા મુજબ ભારતીય કોરોના વાયરસનો વેરિએન્ટ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડોક્ટર મારિયાવાન કર્ક હોવેએ જીનીવામાં જણાવ્યું કે B.1.167 વેરિએન્ટની શરૂઆત ભારતમાં થઈ છે અને તેના સંક્રમણની રફતાર જોતાં તે બીજા વેરિએન્ટથી વધુ ઝડપી રીતે ફેલાય છે. જેમાં ભારતમાં રોજ ચાર લાખથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!