ભારતનાં બીજા સૌથી મોટા ધનિકે 52,750 કરોડની અડધી સંપતિ દાનમાં આપી

azim premji donation

આઈટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ વિપ્રો લિમિટેડના ૩૪ ટકા હિસ્સાને એટલે ૫૨,૭૫૦ કરોડ રૂપિયાના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાન કર્યા છે. પ્રેમજીના આ પગલાંથી શેરોને થનારો ફાયદો ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ગતિવિધિ માટે ઉપયોગ કરવામાં આવશે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે અજીમ પ્રેમજી ૧૮.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના બીજા સૌથી મોટા ધનિક છે.

ફાઉન્ડેશન દ્વારા બુધવારે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, અઝીમ પ્રેમજીએ તેમની અંગત સંપત્તિનું વધારેમાં વધારે દાન કરી તેને સામાજિક કામમાં વાપરવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વધારી છે. જેનાથી અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને પરોપકારના કાર્યમાં સહયોગ મળશે. પ્રેમજી દ્વારા પરોપકારના કાર્ય માટે દાન કરવામાં આવેલી કુલ રકમ ૧,૪૫,૦૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે વિપ્રો લિમિટેડની કુલ સંપત્તિના ૬૭ ટકા જેટલી છે.

ડિસેમ્બર ૨૦૧૮માં, આઇટી કંપની વિપ્રો લિમિટેડના પ્રમોટર્સનો હિસ્સો ૭૪.૩ ટકા હતો. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અનેક રાજ્ય સરકારો સાથે કામ કરે છે. હાલમાં, ફાઉન્ડેશન કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, પુડુચેરી, તેલંગણા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પૂર્વમાં કાર્યરત છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter