GSTV
Ahmedabad Trending ગુજરાત

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

અઝહર કીટલી

જેલમાં બેસી કુખ્યાત ગુનેગાર ખંડણીનું નેટવર્ક ચલાવી રહ્યું છે. ભલે જેલ પ્રસાશન કહેતું હોય કે કેદીઓ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ન લઈ જઈ શકે પણ આ વાતથી વિપરીત છે જેલની પરિસ્થિતિ. 19 જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલ અઝહર કીટલીએ જેલમાં બેઠા બેઠા જ પાંચ લાખ માંગવા ધમકી ભર્યા ફોન કરી વેપારીના ઘરે માણસો મોકલ્યા અને તોડફોડ કરાવી છે. શું છે આ સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.

અઝહર કીટલી
  • ફિલ્મી કેરેકટર મનીયા સુરવેની જેમ ડોન બનવા ઇચ્છતા અઝહર કીટલીનું નવું કારસ્તાન
  • જેલમાં બેસીને જ કર્યો ખંડણી માટે ફોન
  • વેપારીને ધમકાવી જામીન કરાવવાના માંગ્યા પાંચ લાખ
  • વેપારીએ પૈસા ન આપતા અઝહર કીટલીએ માણસો મોકલી તોડફોડ કરી

અઝહર કીટલી અગાઉ જુહાપુરામાં રહી અનેક ગુના આચરી ચુક્યો છે. અઝહર કીટલી હાલ ભલે સાબરમતી જેલમાં હોય પણ તેણે જેલમાં બેસીને જ એક વેપારીને ફોન કર્યો. ખંડણી માગવા અઝહરએ અનેક ફોન કર્યા છે. અલગ અલગ તારીખોએ અનેક ફોન કરી ધમકીઓ આપતો અને પૈસા માંગતો હતો. વેપારીએ જવાબ ન આપતા અઝહર આવેશમાં આવી ગયો. તેણે તેના માણસો મોકલી તોડફોડ કરાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અઝહર સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. છતાંય જેલમાં બેસીને તે ખંડણીનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અઝહર કીટલી અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ પણ ચુક્યો છે. આમ છતાંય જેલમાં બેસીને તે જેલના અધિકારીઓના આશીર્વાદથી ફોન કરી લોકોને ધમકાવી રહ્યો છે. હાલ વેજલપુર પોલીસે ઝાકીર હુસેન અઝહર કબૂતર, અઝહર કિટલી, બબલુ સહિતના છ લોકો સામે ફરિયાદ નોંધી છે. તાજેતરમાં અઝહર કીટલી પાસેથી ફોન મળી આવ્યો હતો અને તે બાબતે રાણીપમાં ગુનો પણ નોંધાયો હતો. અગાઉ ગુજસીટોકનો ગુનોને હવે ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા અઝહર કીટલી પોલીસના હાથથી બચી નહિ શકે. 19થી વધુ ગુના આચરનાર અઝહર કીટલીને થોડા જ દિવસમાં ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી પોલીસ કાયદાનું ભાન કરાવે તેવી પણ સંભાવના છે.

અઝહર આમ તો ફિલ્મી કેરેકટર મનીયા સુરવે બનવાના ખ્વાબ જોતો હતો પણ હવે પોલીસ તેને બિલ્લીની માફક ગુનાની દુનિયામાંથી ભગાવી દે તેવો એક્શન પ્લાન ઘડ્યો છે. આગામી દિવસમાં અઝહર કીટલી પકડાયા બાદ જેલમાં મોબાઈલ કેવી રીતે લઈ ગયો અને કેટલા લોકોને ધમકી આપી ખંડણી માગી ચુક્યો છે તેનો ખુલાસો થાય તેવી સંભાવના છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

Dussehra 2022: ના રાવણ, ના કુંભકરણ, રામાયણમાં આ હતો સૌથી શક્તિશાળી રાક્ષસ

Hemal Vegda

પૂર્વ કોંગી નેતા જોડાયા આપમાં! AAPએ બે હજાર પદાધિકારીઓની કરી નિમણૂક, ભાજપના નેતાઓને ગણાવ્યા રાવણ જેવા અહંકારી

pratikshah

હર્ષદ રિબાડીયા જોડાશે ભાજપમાં! ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે

pratikshah
GSTV