GSTV
Gujarat Government Advertisement

આઝમ ખાનની મુસીબતમાં વધારો, યોગી સરકાર જૌહર યુનિવર્સિટી ટેક ઓવર કરવાની તૈયારીમાં

Last Updated on March 7, 2020 by Mayur

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી પર સંકટના વાદળ ઘેરાતા દેખાઈ રહ્યા છે. યુપી સરકારે તેને ટેકઓવર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જૌહર યુનિવર્સિટીમાં સરકારી ભંડોળનું રોકાણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર જૌહર યુનિવર્સિટીનો કબજો લઈ શકે છે. અને યુનિવર્સિટીમાં એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરી શકે છે.

યુનિવર્સિટી વિવાદમાં ફસાયેલી છે

ઉલ્લેખનીય છે કે આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી જમીન સંપાદનને લઈને વિવાદોમાં ફસાયેલી છે. ઘણા કેસો યુનિવર્સિટી મેનેજમેન્ટ વિરુદ્ધ ચાલી રહ્યા છે. એટલું જ નહીં જૌહર યુનિવર્સિટીમાં સરકારી જમીન પર કબજો કરવાનો અને સરકારી નાણાંનો દુરુપયોગ કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ મામલે રામપુરમાં અનેક કેસ નોંધાયેલા છે.

સ્થાપક અને કુલપતિ આઝમ ખાન

જોકે હાલમાં યુનિવર્સિટીનું સંચાલન એક ટ્રસ્ટ કરે છે. તેના સ્થાપક અને કુલપતિ આઝમ ખાન છે. એટલું જ નહીં, આઝમ ખાન જૌહર ટ્રસ્ટનો પ્રમુખ પણ છે. તેનો પુત્ર અબ્દુલ્લા આઝમ સીઈઓ છે અને ટ્રસ્ટનો સભ્ય છે. તો આઝમની પત્ની પણ ટ્રસ્ટની સભ્ય છે. હાલમાં આઝમ ખાન તેની પત્ની અને પુત્ર સાથે જેલમાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!