ઉત્તર પ્રદેશ મામલે આઝમ ખાને કહ્યું, આ વિસ્તારમાં લઘુમતી લોકો રહેતા નથી…

બુલંદશહર હિંસાના મામલે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને સવાલો ઉભા કર્યા છે. આઝમ ખાને કહ્યું છે કે આ મામલામાં તપાસ થવી જોઈએ. કારણ કે આ વિસ્તારમાં લઘુમતી સમુદાયના લોકો રહેતા નથી. જો આ હકીકતમાં પશુ અવશેષનો મામલો છે. તો પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ કે આ અવશેષોને કોણ લાવ્યું તે વિશિષ્ટ ક્ષેત્રમાં કોઈ લઘુમતીની વસ્તી નથી.

કેન્દ્રીય લઘુમતી કલ્યાણ પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ ક્હ્યું છે કે બુલંદશહરમાં જે પણ કંઈ થયું તેણે માનવતાને નીચે પાડી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ મામલાની પાછળ જે પણ કોઈ જવાબદાર છે. તેમને કોઈપણ પ્રકારના પક્ષપાત વગર ન્યાયની સમક્ષ લાવવામાં આવશે. નક્વીએ લોકોને સ્વાર્થગત અશાંતિ પેદા કરી રહેલા તત્વોથી સાવધાન રહેવાની અપીલ પણ કરી છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter