GSTV
Home » News » જયા પ્રદા પર આપત્તિજનક ટીપ્પણી કર્યા બાદ આઝમ ખાને કહ્યું, દોષિત સાબિત થયો તો ચૂંટણી નહીં લડુ

જયા પ્રદા પર આપત્તિજનક ટીપ્પણી કર્યા બાદ આઝમ ખાને કહ્યું, દોષિત સાબિત થયો તો ચૂંટણી નહીં લડુ

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી મહાગઠબંધનના ઉમેદવાર આઝમ ખાને જયા પ્રદા અંગે આપેલા નિવેદન બાદ તેઓ પલટી ગયા. પોતાનો બચાવ કરતા આઝમ ખાને કહ્યુ કે, મે જયા પ્રદા અંગે વિવાદિત નિવેદન આપ્યુ નથી. જો કોઈ મારા નિવેદનને સાબિત કરી આપશે તો હું ચૂંટણી લડવાનું છોડી દઈશ. મે જયા પ્રદાનું નામ લીધુ નથી. તેમ છતા મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, રામપુરના શાહબાદમાં આયોજીત એક ચૂંટણી સભાને સંબોધિત કરતા આઝમ ખાન શબ્દોની મર્યાદા ચુકી ગયા હતા. અને વિવાદિત નિવેદન આપ્યું હતુ. જેથી આઝમ ખાન ભાજપના નિશાને આવ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ સભા દરમિયાન મંચ ઉપર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા. જયા પ્રદાનું નામ લીધા વગર આઝમ ખાને આ અભદ્ર ટીપ્પણી કરી. જો કે આ વાત રાષ્ટ્રીય મહિલા પંચે ધ્યાને લીધી છે.

સુષ્મા સ્વરાજે કરી Tweet

સપા નેતા આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદા અંગે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે. ત્યારે આ મામલે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને મુલાયમસિંહને નિશાને લીધા. તેમણે જણાવ્યુ કે, મુલાયમભાઈ તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રોપદીનું ચીરહરણ કરવામાં આવ્યુ. જેથી તમે ભીષ્મની જેમ મૌન ધારણ કરવાની ભૂલ ન કરશો. સાથે સુષમા સ્વરાજે ટ્વિટમાં અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવને પણ ટેગ કર્યા છે. મહત્વપૂર્ણ છે કે, રામપુરથી આઝમ ખાન સામે ભાજપે જયા પ્રદાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેથી આઝમ ખાન સતત જયા પ્રદા અને ભાજપ અંગે વિવાદિત નિવેદન આપી રહ્યા છે.

READ ALSO

Related posts

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah

દ્વારકાના ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ, સવાલ કરનાર મતદાર સાથે થયું આવું વર્તન

Riyaz Parmar