GSTV

કિસી કે આગે ઝૂકના હમે મંજૂર નહીં…આઝમ ખાને પોતાનો રૌફ જમાવતા આખો ગેટ ખોલાવ્યો

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ સૂર્યવંશમ આજે પણ લોકોને તેના દરેક ડાયલોગ હોંઠે છે. જેમાં એક એવું પણ દ્રશ્ય આવે છે કે, જેમાં તે પોતાના ઘરના નાના દરવાજામાંથી પસાર થતા નથી, કેમ કે, તેમને પોતાનું માથુ નીચે ઝૂકાવવું પસંદ નથી આવતું. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના સપા સાંસદ આઝમ ખાન સાહેબે પણ દ્રશ્ય ઉભુ કર્યુ છે.રામપુરથી સપાના સાંસદ આઝમ ખાન અને તેમની પત્ની તંઝીન ફાતમા તથા દિકરા અબ્દુલા આઝમને બુધવારના રોજ કોર્ટે જેલમાં બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પહેલા તેમને રામપુર જિલ્લા જેલમાં મોકલ્યા, જ્યાં તેમને 1 નંબરની બેરેકમાં રાખ્યા હતા.

બુધવારના રોજ જેલ પહોંચેલા આઝમ ખાનને જોઈ એવુ લાગી રહ્યું હતું કે, તેઓ માનસિક રીતે જેલમાં જવા તૈયાર નથી. તેમણે જાતે કોર્ટેની શરણાગતિ સ્વિકારી હતી, ત્યાર બાદ તેમની જામીન અરજી રદ કરાઈ હતી. આઝમ ખાન જેલ તો પહોંચી ગયા પણ તેમને પોતાનું સન્માન આજે પણ એટલુ જ વ્હાલુ છે.

આઝમ ખાનને લઈ પોલીસ જ્યારે જેલ પહોંચી તો, તેઓ ગાડીમાંથી ઉતર્યા અને ત્યાં ઉભેલા લોકોનું અભિવાદન કર્યું. ત્યાર બાદ જેલના કર્મચારીઓને કહ્યું કે, આ મોટો દરવાજો ખોલો. તેમણે જેલમાં રાખેલો નાના દરવાજામાંથી ગયા નહીં, પણ આખો ગેટ ખોલાવ્યો હતો, કેમ કે, તેમને માથુ ઝૂકાવવું પસંદ નથી.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!