ઉત્તર પ્રદેશમાં રામપુર પેટા ચૂંટણી પહેલા આઝમ ખાન ભલે પોતાનાઓથી દૂર થઈ રહ્યા હોય પરંતુ તેને એક સાથ એવો મળી ગયો છે જેનાથી તેઓ ઈતિહાસ રચી શકે છે. આઝમખાનને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ રાવણનો સાથ મળી ગયો છે.

ચંદ્રશેખર સપા કાર્યાલયમાં પાર્ટીના લોકોને મળ્યા બાદ આઝમખાનને મળ્યા હતા. ચંદ્રશેખરે આ દરમિયાન યોગી સરકાર ઉપર હુમલો પણ કર્યો હતો. ચંદ્રશેખર એ કહ્યું હતું કે આ સરકાર ખૂબ અહંકારી સરકાર છે. આથી તેમનો અહંકાર માત્ર વોટની ચોટ જ તોડી શકે છે. આંબેડકર પાર્કમાં વધુ વાત કરતા ચંદ્રશેખર એ જ કહ્યું હતું કે જ્યારે સત્તા અહંકારી અને તાનાશાહી વાળી હોય ત્યારે ઘણી વખત નિર્દોષને પણ મોટી સજા મળી જતી હોય છે.

આ સરકાર લોકશાહીમાં ભરોસો રાખતી નથી. લોકશાહીનું મર્ડર કરતી સરકાર છે. લોકશાહીને કચડવા સતત પ્રયત્ન કરે છે. આથી લોકોએ સરકારના અન્યાય સામે અવાજ ઉઠાવો પડશે અને લોકો અવાજ ઉઠાવી પણ રહ્યા છે. તેનું પરિણામ એ છે કે લોકો લોકતંત્રને બચાવવાની લડાઈમાં જીતી જશે. જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં ત્યાં આઝાદ સમાજવાદી પાર્ટી હંમેશા લોકો સાથે ઊભી રહેશે. આ ઉપરાંત સપાના મુખિયા અખિલેશ યાદવ પણ રામપુર જઈને સપાના ઉમેદવાર આસિમ રાજાના સમર્થનમાં મતદાન માટે અપીલ કરશે.
READ ALSO
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા
- અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?
- પોલીસે 30 કિ.મી પીછો કરીને ઝડપ્યા, વડોદરામાં 3 રોમિયો રિક્ષામાં જતી યુવતીને કરતાં હતાં પરેશાન
- સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા, આઈફોન-14 પ્રો મેક્સને આપશે ટક્કર, જાણો ક્યો સ્માર્ટફોન છે વધુ શ્રેષ્ઠ?
- અદાણીને હિન્ડેનબર્ગનું ગ્રહણ લાગ્યું? / મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચેનો તફાવત સમજો