GSTV
Home » News » આ ત્રણ સ્ટાર્સની ફિલ્મોના કારણે હવે ખાન્સનું ટકવું મુશ્કલે જ નહીં નામુમકીન લાગી રહ્યું છે

આ ત્રણ સ્ટાર્સની ફિલ્મોના કારણે હવે ખાન્સનું ટકવું મુશ્કલે જ નહીં નામુમકીન લાગી રહ્યું છે

Ayushmann Khurana

પાછલા કેટલાક વર્ષોમાં બોલિવુડમાં એવી ફિલ્મો આવી જેની સ્ટોરી લાઈન દમદાર હતી. એટલું જ નહીં ક્રિટિક્સને પણ ચોંકાવી ગઈ હતી. વર્ષોથી બોલિવુડમાં રાજ કરતા ત્રણે ખાન્સ પણ આ પ્રકારની ફિલ્મો નથી આપી શક્યા. ગત્ત વર્ષે શાહરૂખ, સલમાન અને આમિર ખાનની ફિલ્મો ફ્લોપ ગઈ. સલમાન ખાનની ફિલ્મ રેસ કોઈને પસંદ ન આવી, તો આમિર ખાનની મલ્ટીસ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન તેનાથી પણ ખરાબ રહી. જો કે શાહરૂખ પાસે ઓડિયન્સને આશા હતી પણ શાહરૂખની ફિલ્મે સલમાન અને આમિરની ફિલ્મનો પણ રેકોર્ડ તોડી નાખતા ઝીરો વર્ષની સૌથી ખરાબ ફિલ્મ સાબિત થઈ. આ વચ્ચે ફિલ્મ વિવેચકો પણ માની રહ્યા છે કે શું આમિર, સલમાન અને શાહરૂખનું એકચક્રિય શાસન હવે પૂર્ણ થવામાં છે. કારણ કે ગત્ત વર્ષે બોલિવુડના અન્ય સ્ટાર્સની ફિલ્મો તેની દમદાર સ્ક્રિપ્ટ અને કથાના કારણે દોડવા લાગી હતી. આ સ્ટાર્સ પર એક નજર કરવામાં આવે તો.

આયુષ્માન ખુરાના

2012માં ફિલ્મ વિકી ડોનરથી ડેબ્યુ કરનાર બોલિવુડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ ફ્લોપ કરતા હિટ ફિલ્મો વધારે આપી છે. ગત્ત વર્ષે શ્રીરામ રાઘવનની ફિલ્મ અંધાધુન બાદમાં બધાઈ હોથી, તે નવા બોલિવુડ સ્ટાર તરીકે ઉભર્યો છે. તેની ફિલ્મોમાં મનોરંજનની સાથે મેસેજનો તડકો હોય છે. જેથી તે આવનારા સમયનો આમિર ખાન ગણવામાં આવી રહ્યો છે. વિકી ડોનર, બધાઈ હો, અંધાધૂન, જેવી ફિલ્મોથી તેણે બોક્સઓફિસ પર પોતાનો હિટ રેકોર્ડ બરકરાર રાખ્યો છે.

વિકી કૌશલ

આયુષ્માન ખુરાના બાદ સ્મોલ બજેટની ફિલ્મો અને અભિનય ક્ષમતા બતાવનાર વિકી કૌશલનું નામ ચર્ચામાં છે. સંજુમાં હિટ અભિનય અને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં તાબડતોડ એક્ટિંગનો નમૂનો આપનાર વિકી કૌશલે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત નિરજ ધાયવાનની મશાનથી કરી હતી. જેમાં તેના ઉતકૃષ્ટ અભિનયનો પહેલીવાર બોલિવુડને પરચો મળ્યો હતો. 2018માં જ્યાં ત્રણે ખાન્સની એક પણ ફિલ્મ ન ચાલી ત્યાં વિકી કૌશલે એકલાએ ત્રણ ફિલ્મોમાં અભિનય કરી સાબિત કરી બતાવ્યું કે ધ સ્ટાર ઈઝ બોર્ન.

vicky kaushal childhood

રાજકુમાર રાવ

લાંબી સ્ટ્રગલ બાદ રાજકુમાર રાવે બોલિવુડમાં સુપરસ્ટારનું સ્થાન હાંસિલ કર્યું છે. 2010માં દિબાકર બેનર્જીની ફિલ્મ લવ સેક્સ ઓર ધોખાથી ડેબ્યુ કરનાર રાજ કુમાર રાવે 2017માં ન્યૂટન અને 2018માં સ્ત્રી જેવી ફિલ્મો આપી દર્શકોનું દિલ જીતી લીધું હતું. જેની ફિલ્મો જોનારો પણ એક અલગ વર્ગ ઉભો થયો છે.

READ ALSO

Related posts

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari

અમદાવાદ : રેપ કરનારા આરોપીને સજા મળી તો કોર્ટ પરિસર બહાર પીડિતાના પિતા પર કાચની બોટલ ફોડી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!