GSTV
Home » News » આર્ટિકલ 15 પછી આયુષ્માન ખુરાના કરશે એકતા કપૂરની ફિલ્મ, ડિફરન્ટ રોલથી જીતશે દર્શકોના દિલ?

આર્ટિકલ 15 પછી આયુષ્માન ખુરાના કરશે એકતા કપૂરની ફિલ્મ, ડિફરન્ટ રોલથી જીતશે દર્શકોના દિલ?

સોશિયલ મીડિયા પર બોટલ કેપ ચેલેન્જ પછી હવે #SareeTwitter અને #SareeSwag છવાયેલું છે. આ ચેલેન્જમાં એક પછી એક મહિલાઓ સાડીના ફોટો પોસ્ટ કરી રહી છે. ટ્વીટર પર સાડીમાં મહિલાઓના ફોટા ઉભરાતા હતા. પરંતુ આ બાબતે પુરુષ પણ પાછળ રહ્યા નથી.

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાએ સાડી પહેરીને તેનો ફોટો શેર કર્યો હતો. તાજેતરમાં જ આયુષ્માન ખુરાનાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર સાડી પહેરેલો ફોટો શેર કર્યો છે. તેમાં તે ખૂબસૂરત બ્લૂ સાડીમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં તેણે સાડી સાથે મેચિંગ બંગડીઓ પણ પહેરી હતી.

તેમાં તે ટુ-વ્હિલર પર બેઠેલો જોવા મળ્યો હતો. તેની સાથે કેપ્શન આપ્યું,’ ડ્રીમગર્લ ઈસ સાલ કે આખિર મેં #SareeTwitte.’આયુષ્માન અત્યારે એકતા કપૂરની ફિલ્મ રોમ-કોમ ફિલ્મમાં ડ્રીમ ગર્લનો રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં આયુષ્માનનો એક એવા વ્યક્તિનો રોલ છે, જે મહિલાઓની અવાજમાં વાત કરી શકે છે. ફિલ્મમાં તેની સાથે નુરસત ભરૂચા, અરબાઝ ખાન, મનજોત સિંહ અને સુમોના ચક્રવર્તિ પણ છે.

હમણાં જ આયુષ્માને સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે કબીર સિંહનું સોન્ગ ‘બેખયાલી’ ગાતો જોવા મળ્યો હતો. શેર કરેલા વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું કે, જ્યારે આપણી પસંદનું સોન્ગ હોય છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. આયુષ્માન ખુરાનાની આર્ટિકલ 15 રિલીઝ થઈ છે. ફિલ્મમાં દેશમાં ફેલાયેલી જાતિ વ્યવસ્થાને બતાવી છે. આ ફિલ્મથી આયુષ્માને ફરી એક વાર ફરી ફેન્સનું દિલ જીતી લીધું છે.

Read Also

Related posts

આ TV કલાકારોના સંબંધી છે અરૂણ જેટલી, કઈક આવો છે પરિવાર સાથે સંબંધ

Nilesh Jethva

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

બિગ બૉસથી લાઇમ લાઇટમાં આવેલી આ એક્ટ્રેસે 6 મહિનામાં જ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો, આપ્યું આ કારણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!