GSTV
Gujarat Government Advertisement

આર્ટિકલ 15: આયુષ્માન ખુરાના નહોતો ફિલ્મ માટે પસંદ, બીજા પણ ચોંકાવનારા કર્યા ખુલાસા અનુભવે

Last Updated on July 5, 2019 by

શુક્રવારના દિવસે બોક્સઓફિસ પર આયુષ્માન ખુરાના સ્ટારર આર્ટિકલ-15 રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કન્ટેન્ટ પર જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મનું કલેક્શન ઘણું શાનદાર રહ્યું છે. આયુષ્માનના કરિયરની આ પાંચમી હિટ ફિલ્મ છે.

એક ઈન્ટરવ્યૂમાં નિર્દેશક અનુભવ સિંહાએ કહ્યું કે, આ ફિલ્મ માટે આયુષ્માન ખુરાના મારી પહેલી પસંદ નહોતો. સવાલ પૂછવામાં આવ્યો ત્યારે અનુભવ કહે છે કે, ના ના તે મારી ચોઈસ હતો જ નહીં. હું વારંવાર કહી ચૂક્યો છું કે તે આવ્યો હતો. અમે બંને કોઈ બીજી ફિલ્મ માટે મળ્યા હતા.

એ સમયે વાત વાતમાં અમે તેને આર્ટિકલ 15ની સ્ટોરી સંભળાવી. અને આયુષ્માન આ ફિલ્મ માટે રેડી થઈ ગયો કહેવા લાગ્યો કે મારે આ ફિલ્મ કરવી જ છે. પછી સ્ક્રિપ્ટ છીનવીને લઈ ગયો અને તેણે કહ્યું ફિલ્મ બનાવો, તમારી આ ફિલ્મ હું જ કરીશ. વાતચીત દરમિયાન અનુભવે કહ્યું કે આયુષ્માનને આ ફિલ્મ માટે ઘણી ધમકીઓ મળી રહી છે.

અનુભવ કહે છે કે એક છાપામાં સમાચાર આવ્યા હતા કે મારી જીભ કાપીને લાવશો તો સાત લાખ રૂપિયાનું ઈનામ મળશે. હું નથી જાણતો કે પ્રશસાને આ વાત પર શું કર્યું. આર્ટિકલ 15માં ઉત્તર પ્રદેશના સમાજમાં જાતીય ભેદભાવ અને ઉત્પીડનની વાત કરે છે. તેમાં આયુષ્માને એક આઈપીએસ ઓફિસરની ભૂમિકા કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચેતવણી/ ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા અને વેબ સીરિઝની બે અભિનેત્રી ચોરીમાં ઝડપાઈ : કામ ન હોવાથી રૂપિયા ખૂટ્યા

Harshad Patel

Net Worth : જ્હાનવી કપૂર છે કરોડોની સંપત્તિની માલિક, જાણો કે તે એક ફિલ્મ માટે લે છે કેટલો ચાર્જ

Vishvesh Dave

ક્રિતી સેનન જીમમાં આ રીતે પરસેવો વહાવે છે, અભિનેત્રીએ કહ્યું કે આ છે ઇન્સ્ટાગ્રામ v / s રિયાલિટી, જુઓ ફની વીડિયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!